વાઘોડિયા બેઠક પરથી લડશે Madhu Shrivastav? Shaktisinh Gohil જોડે થઈ બેઠક, જાણો શું વાત થઈ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-10 16:06:36

એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ પેટા ચૂંટણીને લઈ ઉમેદવાર કોણ હશે તેની ચર્ચાઓ થઈ રહી છે.. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તો મતદાન થવાનું છે જ પરંતુ પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ભાજપે પહેલેથી જ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે તો કોંગ્રેસ પણ આ ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે તેવું લાગી રહ્યું છે.   

વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ આપશે મધુ શ્રીવાસ્તવને ટિકીટ?

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. ચૂંટણી હવે નજીક છે તો ક્યાંક ભાજપમાં ડખો છે તો ક્યાંક ઉમેદવારો સામે લોકોની નારાજગી. અને રાજકોટ લોકસભા બેઠકની તો વાત જ જુદી છે અને આ બધા વચ્ચે વડોદરામાં પણ કંઈક નવા જૂનીના એધાણ દેખાઈ રહ્યા છે કારણકે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. આ બેઠક એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકીટ મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે થઈ હતી બેઠક 

વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. વાઘોડિયાના ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ સામે આવી રહી છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ કરાઈ ગયું છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ગઈકાલે શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે બેઠક થઈ હતી.  


 મધુ શ્રીવાસ્તવે કહ્યું કે... 

પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગઈકાલે વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા પહોંચ્યા હતા. જેથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિભાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી લડશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. જેની સામે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપથી છેડો ફાડ્યાને એક વર્ષ થઇ ગયું છે. મેં કોગ્રેસમાંથી ચૂંટણી લડવાની માગણી કરેલી છે. કોંગ્રેસ ટિકીટ આપશે તો લડવાનો જ છું અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી. ખુલ્લું મેદાન છે અને આ મધુ શ્રીવાસ્તવ છે. લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. 


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?

શું મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડાવશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી. ત્યારે જોવું રહ્યું કે વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે જાહેર કરે છે? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?