એકબાજુ ખેડૂતોની લડાઈ સામે સરકાર મકક્મ, બીજી બાજુ ઈકો સેન્સીટીવ ઝોનમાં મોટી કંપનીને મળશે સોલારપાર્કની પરવાનગી?


  • Published By : Admin
  • Published Date : 2024-12-11 20:08:58

ગીર ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો અનેક લોકોને અસરકર્તા હોવાથી આંદોલન ચાલી રહ્યુ છે, સરકાર એ વાત પર કાયમ છે કે ઈકો ઝોન હોય ત્યાં ઉદ્યોગો કે માઈનિંગ જેવા કામોને પરવાનગી ના આપી શકાય, ટુરિઝમની પણ અતિ થાય તો એના પર પણ રોક લગાવવી એ જીવ સૃષ્ટી અને પર્યાવરણ માટે જરૂરી છે, પણ શું આમાં વચ્ચેથી મોટી કંપનીની મોટી ફાઈલ પાસ કરી શકાય કે કેમ એ ગંભીર વિષય છે

L&T NTPCના સંયુક્ત પ્રોજેક્ટ માટે વિસાવદરના ઘોડાસણમાં મળશે મંજૂરી?

એ હકિકત છે કે ઉદ્યોગ ના આવે તો જમીનોના ભાવ ના વધી શકે, પણ શું સિંહના અવર જવરના રસ્તા પર કોઈ મોટી કંપની મોટાપાયે જમીનની ખરીદી કરીને સોલાર પાર્ક બનાવી શકે? ખેડૂતને એન.એ કે બાકી પરવાનગી કોઈ નાના કામ માટે લેવાની હોય તો એને કોઈ પણ સંજોગોમાં નિયમોથી ઉપરવટ મંજૂરી ના મળે એટલો કડક જંગલનો કાયદો છે, પણ વિસાવદરના ઘોડાસણમાં આ બે કંપનીએ 18 જેટલા સર્વે નંબરની જમીન પર સોલાર પાર્ક બનાવવા માટે દરખાસ્ત મુકેલી છે, પરવાનગી આવી જશે એવુ માનીને ત્યાં કામ પણ શરૂ કરી દેવાયુ હતુ પણ જે તે સમયે જંગલ ખાતામાં આ ફાઈલ અટકી ગઈ કેમ કે વિષય આવ્યો સિંહના રહેણાંક વિસ્તાર અને ઈકો સેન્સીટીવ ઝોનનો. હવે આ ફાઈલ ફરીથી દરખાસ્ત માટે મુકવામાં આવી છે

ઈકો સેન્સીટીવ ઝોનમાં કંપની અને ખેડૂત માટે બેવડા ધોરણો રહેશે?

જંગલના કાયદામાં સેન્સીટીવ ઝોન હેઠળ આવતી જગ્યાઓની પરવાનગી માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. એક પ્રતિબંધીત, બીજુ કરી શકાય અને ત્રીજુ પરવાનગી લઈને સ્થિતિને જોઈને નિર્ણય કરવામાં આવે. સોલારના પ્રોજેક્ટ અને ગ્રીન એનર્જીને સરકાર પ્રમોટ કરી રહી છે, કંપનીએ પણ આ પ્રોજેક્ટ માટે ખાસો ખર્ચો કરી દીધો છે, પણ સામે 17 જેટલા સિંહના અવર-જવરનો આ રસ્તો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ પ્રોજેક્ટને પરવાનગી મળે તો વાઈલ્ડ લાઈફ પર આની બહુ મોટી અસર પડી શકે એમ છે. પણ પ્રશ્ન ખાલી એ અસરનો નથી, જો L&T અને NTPCના આ સંયુક્ત સાહસને પરવાનગી મળે છે તો આવનાર સમયમાં બાકી કંપનીને સરકાર મનાઈ કરી શકશે? કાયદો એક માટે અલગ બીજા માટે અલગ હોઈ ના શકે, એટલે આવનાર સમયમાં વિસાવદરનો આ વિસ્તાર ઈકો સેન્સીટીવ ઝોન, જંગલનો વિસ્તાર રહે છે કે ઉદ્યોગનો વિસ્તાર એ આ એક નિર્ણય પરથી ખબર પડી જશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?