ભાજપની પીચ પર કેજરીવાલ બેટીંગ કરી શકશે?Ayodhya પહોંચ્યા પણ વિચારધારાની લાઈનમાં ક્યાં ઉભી છે AAP?


  • Published By :
  • Published Date : 2024-02-13 12:41:13

ભગવાનના રામને લઈ અનેક વખત રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. આપણી સામે એવા અનેક કિસ્સાઓ જેમાં રાજકીય પક્ષ રામના નામ પર તરી ગયા છે! પરંતુ અનેક રાજકીય પક્ષ એવા છે જેની વિચારધારા પર કન્ફન્યુઝન હજી પણ છે...!ખબર નથી પડતી કે રામ મંદિરના સમર્થનમાં છે કે રામ મંદિરના વિરોધમાં! અહીંયા વાત થઈ રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની. બંને મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે રામ લલ્લાના દર્શન કરવા માટે ગઈકાલે અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિના તેમણે દર્શન કર્યા. 

અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે કર્યા રામ લલ્લના દર્શન! 

અયોધ્યામાં બનેલુ રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક મોટી હસ્તીઓ આ સમારોહમાં સંમેલિત થઈ હતી. અનેક રાજકીય નેતાઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા અને અનેક નેતાઓએ અયોધ્યા જવાનું ટાળ્યું હતું. તેમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા કે જેઓ અયોધ્યા ગયા ન હતા. ના જવા પાછળનું તેમણે કારણ પણ આપ્યું હતું. પરિવાર સાથે તેઓ જશે તેવી વાત તેમણે કહી હતી, ત્યારે ગઈકાલે પરિવાર સાથે અરવિંદ કેજરીવાલ અયોધ્યા પહોંચ્યા હતા અને તેમણે રામ લલ્લાના દર્શન કર્યા હતા. 

આપની જુની પોસ્ટ સોશિયલ મીડિયા પર થયો વાયરલ! 

અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે રામ લલ્લાના દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રામ ભગવાનના દર્શન કરીને અત્યંત શાંતિનો અનુભવ થયો , બહુ સારૂં લાગ્યું. અનુભૂતિનું વર્ણન શબ્દોમાં નહીં કરી શકાય. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કરવમાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. એ વાયરલ ટ્વિટને મસ્જિદ સાથે જોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં અને અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ઘણો અંતર છે!  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે