ઉત્તરાયણમાં આવશે વરસાદ કે ફૂંકાશે સારો પવન? હવામાન નિષ્ણાત Ambalal Patelએ હવામાન અંગેની આગાહી કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-01-12 13:12:16

રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હતી. કડકડતી ઠંડી કોને કહેવાય તેવો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ થોડા દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. અનેક જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અનેક જગ્યાઓ માટે આગાહી સાચી પણ પડી. કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યારે હવે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ઉત્તરાયણ સમયે વાતાવરણ કેવું હશે. ત્યારે હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍


શું વરસાદ ઉત્તરાયણની મજા બગાડશે?

ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે દિવસ બાદ તો ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે વરસાદનું વિધ્ન નડશે કે નહીં નડે તેનો ડર પતંગ રસિયાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ સમયે સારો પવન રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ કહ્યું કે 12 અને 13 તારીખે તાપમાન ફરીથી ઊંચું જઈ શકે છે. 12, અને 13 જાન્યુઆરી તાપમાન ઊંચું આવશે. 14 તારીખથી ફરીથી તાપમાનમાં ઘટાડો આવી શકે છે. કાકાના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે.  

     અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે.... 

આગાહી કરતા તેમણે કહ્યું કે 17 જાન્યુઆરી સુધી માવઠાની સંભાવના નથી. પરંતુ તે બાદ વધુ એક માવઠું આવી શકે છે. 17થી 25 જાન્યુઆરીની આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને ફરી એક વખત રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેના અનુમાને. હવામાન નિષ્ણાત ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ હવામાન વિશે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરાશે. 


હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવે છે. મહેનતથી ઉભા કરેલા પાકને પોતાની નજરોની સામે બગડતા જોતા શું લાગણી તેમના મનમાં અનુભવાતી હશે કદાચ તેની કલ્પના પણ આપણે નહીં કરી શકીયે. આ વખતે જે જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો તેને કારણે ન માત્ર ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો પરંતુ પતંગના વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.