Navratriના બીજા દિવસે આવશે વરસાદ? ખેલૈયાઓના રંગને વરસાદ કરશે ભંગ! જાણો Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-16 09:54:51

ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે અને ગરબાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.  વરસાદને સત્તાવાર રીતે તો વિદાય લઈ લીધી છે પરંતુ હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઘણા સમયથી એવી આગાહી કરવામાં આવી રહી હતી કે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા છે. નવલા નોરતા દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. એવી પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ ખાતે રમાનારી ભારત પાકિસ્તાન મેચમાં પણ વરસાદ આવશે પરંતુ તે દિવસે મેચના રંગમાં ભંગ પાડવા વરસાદ ન આવ્યો હતો. ત્યારે નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હજી પણ કરવામાં આવી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થોડા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અરવલ્લીમાં, મહીસાગર ઉપરાંત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. હળવા વરસાદની સંભાવના છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાનો છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMD અનુસાર, 21 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.   

ચક્રવાત આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં બિપોરજોય જેવું ચક્રવાત આવશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ કાકાની ગણતરી મુજબ 16 અને 17 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે. આ તારીખો દરમિયાન આણંદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


ગઈકાલે વરસાદે પાડ્યો હતો ખેલૈયાઓના રંગમાં ભંગ 

નવરાત્રી પહેલા જ અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. જૂનાગઢથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે દાહોદમાં, અરવલ્લીમાં વરસાદ આવ્યો હતો જેને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ થવાને કારણે અનેક પાકો નિષ્ફળ જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદ ન થાય તો પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે, અતિશય વરસાદ થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. કમોસમી વરસાદ થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?