રાજ્યમાં ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. બપોરના સમયે પંખો ચાલૂ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારે એટલો રસ્તો ધુમ્મસથી ઢંકાઈ જતો હોય તેવું લાગે છે. ત્યારે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ આવી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
ઠંડીનું જોર ઘટી રહ્યું છે અને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે લાગતો તડકો હવે મીઠો નહીં પરંતુ તીખો લાગે છે. બપોરના સમયે પંખો ચાલું રાખતા લોકો થઈ ગયા છે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 14.6 ડિગ્રી પર પહોંચ્યું હતું, સુરતનું તાપમાન 19.5 પર જ્યારે વલસાડનું તાપમાન 15.4 નોંધાયું હતું. જે જગ્યા ગુજરાતની સૌથી વધારે ઠંડી માનવામાં આવતી હતી તેનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. અમે વાત કરી રહ્યા છીએ નલિયાની. નલિયાનું તાપમાન સૌથી ઓછું હોય છે પરંતુ ત્યાનું તાપમાન પણ વધી રહ્યું છે. ભુજનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવનારા ત્રણ દિવસ તાપમાન આવું જ રહેશે તે પછી તાપમાન થોડું નીચું રહેશે જે બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. અનેક વખત માવઠાને કારણે પાક નિષ્ફળ ગયા છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી પ્રમાણે 3થી 5 ફ્રેબ્રુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.