આગામી દિવસમાં વધશે ઠંડી કે પછી કરવો પડશે ગરમીનો અહેસાસ? જાણો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-20 15:16:32

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણ કે શરૂઆતમાં ઠંડી ઓછી લાગતી હતી. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતો ગયો અને ઠંડીની અનુભતી વધતી ગઈ. ભલે હમણાં શિયાળાની સિઝન ચાલે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી બપોરના સમયે આકરો તાપ પડે છે.  ગરમીની સિઝન ચાલતી હોય તેવી અનુભુતિ થાય છે. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

News18 Gujarati

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

થોડા દિવસોથી રાજ્યમાં ઠંડીની આંશિક રાહત છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે પરંતુ કાતિલ ઠંડીનો અનુભવ થાય તેવી ઠંડી હજી સુધી નથી પડી. રાજ્યના લઘુતમ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં તાપમાનનો પારો 10 નીચે પહોંચ્યોછે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ નલિયાનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી પર પહોંચ્યુંછે. ગાંધીનગરનું તાપમાન 13.8 ડિગ્રી. ડીસાનું તાપમાન 12.0 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.1, સુરતનું તાપમાન 16.. ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 14.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. 


બેવડી ઋતુનો થઈ શકે છે અનુભવ! 

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં જે હાલનું તાપમાન છે તે યથાવત રહેશે. ઉપરાંત ઠંડીની સાથે સાથે આગામી દિવસોમાં ગરમીનો અનુભવ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે ફરી બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગ ઉપરાંત હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

અંબાલાલ કાકાની આગાહી મુજબ 20થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન ઠંડા પવનનો વહેવાની શક્યતા છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના તાપમાન પર પણ અસર પડી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે આવનાર સમયમાં તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.