રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જણાય પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે જેને લઈ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.
અનેક જિલ્લાઓમાં વરસ્યો હતો કમોસમી વરસાદ!
શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરે તાપમાનનો પારો એટલો હોય છે કે જાણે લાગે ઉનાળાની સિઝન થઈ ગઈ હોય. બપોરનો તડકો મીઠો નહીં પરંતુ આકરો લાગે છે.. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું હતું, આજે પણ અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો!
જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 21 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 20.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આગામી દિવસો દરમિયાન તાપમાનના પારામાં ઘટાડો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે કારણ કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે તાપમાન ગગડી રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ફેરફાર આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ કાકાએ પણ ઠંડીને લઈ કરી છે આ આગાહી!
ઠંડીને લઈ હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત આગામી દિવસો દરમિયાન થશે. રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ઉતર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર વધારે અનુભવાશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.તે ઉપરાંત મહેસાણામાં ઠંડીની અસર દેખાશે ઉપરાંત બનાસકાંઠામાં પણ ઠંડીના ચમકારાનો અનુભવ થશે.