એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે. મસ્કના માલિક બન્યા બાદ છેલ્લા ઘણાં સમયથી ટ્વિટરમાં અનેક બદલાવ તેમજ નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. મસ્કના અનેક નિર્ણયોને કારણે તેમની આલોચના પણ કરવામાં આવી રહી છે. ત્યારે એલોન મસ્કે સોશિયલ મીડિયા પર એક પોલ મૂક્યો છે જેમાં તેમણે યુઝર્સને એક પ્રશ્ન પૂછ્યો છે. મસ્કે પૂછ્યું કે શું હું ટ્વિટરના પ્રમુખ પદને છોડી દઉ?
પોલ દ્વારા મસ્કે યુઝર્સને પૂછ્યો સવાલ
મસ્કના પ્રમુખ બન્યા બાદ ટ્વિટરની નીતિઓમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અનેક વખત તેમના નિર્ણયને લઈ વિવાદ તેમજ ચર્ચાઓ થઈ હતી. નીતિમાં અનેક ફેરફાર કરવાને કારણે લોકો તેમની આલોચના કરવા લાગ્યા હતા. વધતી આલોચના વચ્ચે એલોને સોશિયલ મીડિયા પર પોલ શરૂ કર્યો છે. કરોડો યુઝર્સને મસ્કે એક પ્રશ્ન પૂછ્યો છે. જેમાં તેઓ પૂછી રહ્યા છે શું તેમણે ટ્વિટરના પ્રમુખ પદને છોડી દેવું જોઈએ? વધુમાં મસ્કે કહ્યું કે આ પોલનું જે પરિણામ આવશે તેનું પાલન કરવામાં આવશે.
મોટા નીતિગત ફેરફાર પહેલા કરાશે પોલ - મસ્ક
ટ્વિટરની નીતિઓમાં અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને લઈને પણ મસ્કે ટ્વિટ કર્યું છે. મસ્કે લખ્યું કે આગળથી ટ્વિટરમાં કોઈ પણ મોટા નીતિગત ફેરફાર થશે તો પહેલા યુઝર્સની રાય જાણવામાં આવશે. હું માફી માગુ છું અને આવું ફરી વાર નહીં થાય. બદલાવ કરતા પહેલા પોલ કરવામાં આવશે.