કોંગ્રેસ કરશે બીજી ભારત જોડો યાત્રાનું આયોજન? ચોમાસા બાદ યાત્રા શરૂ થવાની સંભાવના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-07 15:27:46

રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રાને સારો જન પ્રતિસાદ મળ્યો હતો. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ ફરી એક યાત્રાનું આયોજન કરી રહી છે. આ યાત્રા પોરબંદરથી શરૂ થતી આ પદયાત્રા આસામ સુધી જશે. મળતી માહિતી અનુસાર રાયપુરમાં મળનારી બેઠકમાં આ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. કઈ તારીખથી પદયાત્રાની શરૂઆત થશે તે અંગે માહિતી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે સંસદના ચોમાસા સત્ર બાદ આ યાત્રા નીકળી શકે છે. 


હાથ સે હાથ જોડો અભિયાનની કરાઈ શરૂઆત 

ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ હતી. આ યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક પ્રશ્નોને લઈ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. આ રેલીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગુજરાતના દરેક જિલ્લામાં હાથ સે હાથ જોડો યાત્રા કરશે. આ અભિયાન દરમિયાન કોંગ્રેસના નેતાઓ લોકોને મળશે અને બેરોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવશે. મનિષ દોષીએ જણાવ્યું હતું કે હાથથી હાથ જોડો યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દરેક ગામ, તાલુકા અને જિલ્લાના લોકોને મળશે. 


પોરબંદર ખાતેથી યાત્રાનું કરાશે આયોજન 

7 સપ્ટેમ્બર 2022થી તમિલનાડુના કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. કાશ્મીર સુધી પહોચવાના રસ્તા દરમિયાન અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક પ્રશ્નોને લઈ સરકારને ઘેરી હતી. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ અનેક વખત આક્રામક દેખાઈ હતી. ત્યારે આવનાર સમયમાં ફરી એક યાત્રાનું આયોજન કોગ્રેસ દ્વારા કરવામાં આવશે. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતેથી શરૂ થનારી આ યાત્રા આસામ સુધી જવાની છે.              




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?