આજે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી બન્યા રહેશે કે નહીં તે મામલે નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પદાધિકારીઓ વચ્ચે કુલિંગ ઓફ સમયને સમાપ્ત કરવામાં નહીં આવે. સૌરવ ગાંગુલી સહતિ 6 અધિકારીઓના ભવિષ્ય મામલે આજે નિર્ણય લેવામાં આવશે.
શું હોય છે કુલિંગ ઓફ પીરિયડ?
6 વર્ષ પૂરા થવાની સાથે જ BCCIના પદાધિકારી કોઈ પણ પદ પર બન્યા રહેવા માટે અને ચૂંટણી લડવા માટે અયોગ્ય થઈ જાય છે. વર્ષ 2018માં લોઢા સમિતિએ નિર્ણય લેતા જણાવ્યું હતું કે કોઈ પણ પદાધિકારી સતત 6 વર્ષ સુધી પદ પર રહેશે તો તેમને 3 વર્ષ માટે કુલિંગ ઓફ પીરિયડમાં જવું પડશે. 3 વર્ષ તેમને કોઈ પણ પદ પર નહીં રાખી શકાય તે સમયગાળાને કુલિંગ ઓફ પીરિયડ ગણાય છે.
BCCI સચિવ જય શાહ, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિતના સદસ્યોએ સતત છ વર્ષોથી અનેક પદો પર પદભાર સંભાળી રહ્યા છે. જેના કારણે તેમને કુલિંગ ઑફ પીરિયડમાં જવું પડશે.