કેટલું ભયાનક છે માનવતાને તાર તાર કરી દેતી ઘટનાનું તમાશો બની જવું. કેટલું ભયાનક છે એ તમાશામાં પક્ષ માત્રને સામેલ થતા જોવુ. પીપલી લાઈવ ફિલ્મ જોઈ છે. ના જોઈ હોઈ તો જોઈ લેજો. 13 વર્ષ થયા એ કહાનીને, દર્શાવવામાં આવી હતી નથ્થા નામે ખેડૂતની દારૂણ વાસ્તવિકતા પણ 13 વર્ષ પછી ય સમાજ. સરકાર, કે મીડિયા કશું બદલાયું હોય એમ લાગે છે?
એ ઘટના જ ભયાનકતાની પરાકાષ્ઠા હતી જ્યારે પ્રવેશ શુક્લા દારુ અને સત્તાના નશામાં ચકનાચુર થઈને અસ્થીર મગજના આદિવાસી દશમત પર પેશાબ કરી રહ્યો હતો. પણ એના પછી આટલા દિવસ સુધી જે થઈ રહ્યું છે એ તો એનાથી પણ ભયાનક છે. સૌથી પહેલા દશમત રાવતનું સોગંદનામું આવવું અને વીડિયો હોવા છતાં પણ એણે કશું જ નથી કર્યું એવું ફરમાન કરી દેવું. કેટલુ સરળ હોય છે ગરીબની ઈજ્જત, સન્માન અને પછી એનું સત્ય પણ એની પાસેથી ખરીદી લેવું. ખરીદી ના શકાય તો છીનવી લેવું. આટલું થયું એ પણ ઓછું હોય એમ સન્માન આપવાના નામે સતત આટલા દિવસોથી દશમત રાવતના તમાશા થઈ રહ્યા છે. પહેલા મુખ્યમંત્રી આવાસ પર એના ચરણ પખાળવા, પછી એને પકવાનોનું ભોજન પીરસવું. દશમતને સવાલ કર્યો કે મુખ્યમંત્રીને મળ્યા પછી શું કહેશો તો દશમત શું કહેવાનો.... કદાચ એણે પહેલા ભોપાલ જોયું પણ નહીં હોય અને હવે એ સીધા મુખ્યમંત્રી આવાસ પહોંચ્યો હતો. એણે કહ્યું કે મંત્રીને મળ્યો, સારુ લાગ્યુ, હવે પાછો જાવ છું. જે થયું એ થયું. એનાથી વિશેષ એ શું કહેવાનો. આ એ દશમત છે જેના પર પેલો પ્રવેશ પેશાબ કરતો હતો છતાંય એણે પ્રતિકાર સુદ્ધા નહોતો કર્યો. પછી દશમત પાછો સીધી પહોંચ્યો તો કૉંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પહોંચ્યા અને એને ગંગાજળથી પવિત્ર કર્યો.
सीधी जिले के कांग्रेस अध्यक्ष ज्ञान सिंह ने दशमत रावत पर गंगाजल छिड़का तिलक लगाया, फिर बीजेपी के लोग भी पहुंचे गले मिले ... गांव में पूरा पीपली लाइव का माहौल है,मीडिया के कैमरे हैं, कलेक्टर-एसपी-पुलिसवाले, आला अधिकारी चेक लेकर खड़े हैं. गरीब परिवार हैरान-परेशान और डरा खड़ा है. pic.twitter.com/QGFiYxyJ1M
— Anurag Dwary (@Anurag_Dwary) July 8, 2023
શું આ ખરેખર એની સાથે ન્યાય થઈ રહ્યો છે? ચૂંટણી પુરી થઈ જશે પછી શું આમાંથી કોઈ સીધી જિલ્લામાં જઈને દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરી શકવાના છે? એની કેટલી ભયાનક મજબૂરી હશે કે એણે કહેવું પડ્યું કે પ્રવેશને એની ભુલનો અહેસાસ છે તો એની પર કાર્યવાહી ના થવી જોઈએ.
સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે!
એના પર પેશાબ કરવામાં આવ્યો ત્યારે એને જે અપમાન મહેસુસ નહીં થયું હોય એટલી અસમંજસ દશમતને છેલ્લા થોડા દિવસોથી થતી હશે... વર્ષોના વર્ષો યુગોના યુગો બદલાયા પણ શું કામ આત્મસન્માન આપવાના નામે આજે પણ એના સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે. શું આ એની સાથે ન્યાય થઈ રહ્યો છે. સર્કસમાં વાંદરાને મનમરજી પ્રમાણે નચાડો કે પ્રાણીઓનું પ્રદર્શન કરો એનાથી વિશેષ શું થઈ રહ્યું છે. વાસી વિચાર અને કાળા વિચારોથી વિશેષ આ રાજનીતિ એને કશું જ નથી પીરસી રહી. ખરેખર માણસને ઈશ્વર બનાવી નાખવું સરળ છે પણ એને માણસ સમજવું મુશ્કેલ એ સાબિત થઈ રહ્યું છે.