કોરોના ફરી એક વખત માથુ ઉંચકી રહ્યું છે. ભારતમાં પણ કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. કોરોના કેસને જોતા ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ છે. કોરોના કેસને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કાંકરિયા કાર્નિવલ યોજાશે કે નહીં તેને લઈ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
કોરોના કેસ વધતા તંત્ર દોડતું થયું
અમદાવાદના કાંકરિયામાં 25થી 31 ડિસેમ્બર દરમિયાન મોટા પાયે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણ ઘટતા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતા તંત્ર પણ દોડતું થયું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. ગુજરાત સરકારે પણ કોરોનાની ગંભીરતાને લઈ બેઠકનું આયોજન કર્યું હતું.
શું તંત્ર યોજશે કાંકરિયા કાર્નિવલ?
આવનાર સમયમાં કોરોના કેસમાં પણ વધારો આવી શકે છે. સરકાર પણ કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તે માટે વિચારણા કરી રહી છે. આ કાર્નિવલમાં લાખો લોકો ભાગ લેતા હોય છે. એક તરફ સરકાર મોટી સંખ્યામાં એકત્ર કરવા માટે ના પાડી રહ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ મોટો મેળાવડાનું આયોજન કરવા જઈ રહી છે. વધતા કોરોના કેસને જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નિષ્ણાંતો માની રહ્યા છે કે આટલા મોટા મેળાડવા ટાળવા જોઈએ.ત્યારે સરકાર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરશે કે નહીં તે અંગે લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે.