જોશીમઠમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જમીન ઘસી રહી છે. જેને કારણે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ઈસરોએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો. જોશીમઠ, નૈનીતાલ, શિમલા કે એવા શહેરો જે દરિયા કિનારે વસ્યા છે ત્યાંની જમીન ધીરે ધીરે ધસી રહી છે. તે સિવાય અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો ધોવાઈ રહ્યા છે.
દર વર્ષે અનેક mm ધસેલાઈ રહી છે જમીન
ઉત્તરાખંડનું જોશીમઠ સંકટોમાં ઘેરાયેલું છે. આફતોનો સામનો કરી રહ્યું છે. જોશીમઠની જમીન ધસી રહી છે જેને કારણે લોકોમાં ચિંતા વધી છે. પરંતુ શું તમને ખબર છે કે ન માત્ર જોશીમઠની જમીન પરંતુ અમદાવાદની જમીન પર ધલેકાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અમદાવાદ દર વર્ષે અનેક સેન્ટીમિટર અંદર ધકેલાઈ રહ્યું છે. ન માત્ર અમદાવાદ પરંતુ બીજા અનેક વિસ્તારો પણ દર વર્ષે કેટલાય સેન્ટીમિટર ડૂબી રહ્યા છે. 25મીમી જમીન દર વર્ષે ધસી રહી છે.
અમદાવાદ સહિત અનેક વિસ્તારો ધસેલાઈ રહ્યા છે જમીનમાં
દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે પાણીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અનેક કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે. અનેક કિલોમીટરના પટ્ટા પર ધોવાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકાંઠાની જમીન જે આવનાર હજાર વર્ષો બાદ ધસવાની હતી તે હમણાંથી ધસી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સતત સમુદ્રના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાંપના કારણે 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે પોતાના 313 હેક્ટર જમીન ગુમાવી છે.