અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સક્રીય રીતે રાજકારણમાં જોડાશે કે બિઝનેસ જ સંભાળશે? વિસ્તૃત અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-06-07 17:37:05

Story by Samir Parmar


કોંગ્રેસના એક સમયના સંકટ મોચક કહેવાતા અહમદ પટેલ પોતાના પક્ષ અને તેની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા. આજે કોંગ્રેસમાં તેમનો વારસો કોણ સંભાળશે તેનો કોંગ્રેસમાં ગણગણાટ થઈ રહ્યો છે. કેન્દ્રની વાત કરીએ તો ત્યાંની ખબર નથી કે કોણ તેમનું સ્થાન લેશે પણ ગુજરાતમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કારણ કે તેમના પુત્રએ સીઆર પાટીલ સાથેનો ફોટો મૂકીને સોશીયલ મીડિયામાં મોટો મેસેજ આપી દીધો છે. શું છે ફોટોની હકીકત અને આની પાછળનું રાજકારણ શું હોય શકે બધુ સમજીએ આ રિપોર્ટમાં.

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

ફૈઝલ પટેલ સાથે પાટીલ પાટીલ કેમ દેખાયા?

અહમદ પટેલનો વારસો તેમના સુપુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ સંભાળશે તેવી ચર્ચા કેટલા સમયથી ચાલી રહી છે. મુમતાઝ પટેલે તો અહમદ પટેલના ગયા બાદ ઓનલાઈન અને ગ્રાઉન્ડ પર સક્રિય થઈને કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપની કોઈ પણ કામગીરી પર પ્રહાર કરવાનું મુમતાઝ પટેલ ચૂકતા નથી. લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઘણા બદલાવો આવી રહ્યા છે. અને કોંગ્રેસના નેતા ભાજપમાં જશે તેવા સમાચાર આવી રહ્યા છે. મહીસાગરના જેપી પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. સુખરામ રાઠવાની પણ ભાજપમાં આવવાની ચર્ચા ચાલી રહી છે પણ તેમણે સામે ચાલીને ના પાડી દીધી છે કે હું ભાજપમાં નહીં જોડાઉં. લોક સભા પહેલાની આ કામગીરી ચાલી જ રહી છે હજુ પણ અનેક ધડાકા થશે પણ એક સમચારની આજ ચર્ચા થઈ રહી છે તે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી જેમાં બે ફોટો હતા. બંને ફોટોમાં ફૈઝલ પટેલ હતા પણ સાથે હતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ. આ ખૂબ મોટો સંદેશ આપી જાય છે. ગઈ વખતે ભાજપે લોકસભાની 26માંથી 26 સીટ જીતી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણી પછી તરત લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફૈઝલ પટેલના બેન મુમતાઝ પટેલે તો કહી દીધું છે કે આ ફોટોમાં કોઈ ધ્યાન દેવાની જરૂર નથી. પણ સવાલ અહીં એ ઉભો થાય કે જો ધ્યાન દેવા જેવું કંઈ છે નહીં તો એ ફોટો ફૈઝલ પટેલના સોશિયલ મીડિયામાં કરી શું રહ્યો છે? મુમતાઝ પટેલ પટેલ ખાલી ભરૂચમાં જ સક્રિય નથી. તે ગુજરાત અને ભારતમાં પણ પોતાનું સ્થાન બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફૈઝલ પટેલની વાત કરીએ તો તે રાજકારણની જગ્યાએ બિઝનેસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. પણ ફૈઝલ રાજકારણમાં પણ આવી શકે છે. જો તે રાજકારણમાં સક્રિય થાય તો બંને એક જગ્યા પરથી ચૂંટણી નહીં લડે તેવા સંકેતો બંને ભાઈ બહેન પહેલા જ આપી ચૂક્યા છે. 

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

આ ફોટો મામલે ફૈઝલ પટેલે તો કોઈ સ્પષ્ટતા નથી કરી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોટો સીઆર પાટીલની કામચલાઉ ઓફિસનો છે, જે હાલ જ બનાવામાં આવી છે. ટૂંકમાં લગભગ ફોટો જૂનો છે પણ મૂકવામાં હાલ આવ્યો છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 1977થી 1984 સુધી અહમદ પટેલ અહીં જીતતા આવ્યા છે. ત્યારબાદ ચંદુભાઈ દેશમુખ અને 1998 બાદ ભાજપ સમર્થિત મનસુખ વસાવા સાંસદ તરીકે આવ્યા છે. ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા આવે છે. હવે શું નવા જૂની થશે એ જોવાનું રહેશે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા ઘણી નવા-જૂની થવાની છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...