RBIના નવા નિયમથી હાહાકાર, 16,044 વિલફૂલ ડિફોલ્ટરોએ બેંકોના 3,46,479 કરોડ ચાઉં કર્યા, જાણો શું છે સેન્ટ્રલ બેંકની નવી ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2023-06-19 18:27:39

દેશના વિલફૂલ ડિફોલ્ટરો ભારતીય બેન્કો માટે માથાનો દુખાનો બન્યા છે, 16,044 વિલફૂલ ડિફોલ્ટરોએ ડિસેમ્બર 2022 સુધીમાં બેંકોને 3,46,479 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. વિલફૂલ ડિફોલ્ટરો એટલે એવા લોનધારકો કે જેઓ લોનની રકમ ભરવા માટે સક્ષમ હોવા છતાં જાણી જોઇને બેંકોને લોનની ચૂકવણી કરતા નથી. જો કે રિઝર્વ બેંકે નિયમો ફેરફાર કરતા હવે આવા વિલફલ ડિફોલ્ટરો પાસેથી લોન રિકવરીની આશા જાગી છે. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંકો માટે વિલફૂલ ડિફોલ્ટરો સાથે સેટલમેન્ટ માટેની લાયકાતના નિયમોમાં ફેરફાર કર્યા છે. જો કે RBIના આ નવા નિયમના કારણે જબરદસ્ત વિવાદ સર્જાયો છે, કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ટ્વીટરના માધ્યમથી RBI પર આકરા પ્રહારો કર્યા હતા.  


ફસાયેલી કુલ રકમ  41 ટકા વધી


RBI પાસે રજિસ્ટર્ડ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલ દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા અનુસાર વિલફુલ ડિફોલ્ટો પાસે ફસાયેલી કુલ રકમ ડિસેમ્બર 2020ના અંતે 2,45,767 કરોડ રૂપિયા હતી, જે ત્યારબાદના બે વર્ષમાં 41 ટકા અથવા એક લાખ કરોડ રૂપિયા વધીને રૂ. 3,46,479 કરોડે પહોંચી ગઇ છે. 16,000થી પણ આવા વિલફૂલ ડિફોલ્ટરોમાંથી મોટાભાગના સેટલમેન્ટને લાયક ન હતા. જો કે રિઝર્વ બેંકે નિયમોમાં છુટછાટ આપતા તેમાંથી કેટલાક ડિફોલ્ટરો ‘પતાવટ’ માટે ધિરાણકર્તાઓનો સંપર્ક કરે તેવી શક્યતા છે.


વાટાઘાટો દ્વારા લોનની પતાવટ


બેંકો આવા દેવાદારો સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીમાં પૂર્વગ્રહ રાખ્યા વિના વિલફુલ ડિફોલ્ટર્સ અથવા ફ્રોડ તરીકે વર્ગીકૃત થયેલા એકાઉન્ટ્સના સંબંધમાં કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ અથવા ટેકનિકલ રાઇટ-ઓફ કરી શકે છે, એવું રિઝર્વ બેંકે 8 જૂન, 2023ના રોજ એક પરિપત્રમાં જણાવ્યું હતું. કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ એ વાટાઘાટો દ્વારા કરાયેલી પતાવટનો સંદર્ભ આપે છે. જ્યાં ઉધાર લેનાર ચૂકવણી કરવાની ઓફર કરે છે અને બેંક તેના બાકી લેણાંની સંપૂર્ણ અને અંતિમ પતાવટમાં લોન કરાર હેઠળ તેમના કુલ બાકી લેણા કરતા ઓછી રકમ સ્વીકારવા સહમત થાય છે. આવી લોન પતાવટમાં એક વખત ધિરાણકર્તા બાકી લેણાંની અમુક રકમ જતી કરી શકે છે. સેન્ટ્રલ બેંકે બેંકોને એવો પણ નિર્દેશ આપ્યો છે કે જેઓએ સમાધાન કર્યું હોય તેવા ઋણધારકોને નવા એક્સપોઝર કરતા પહેલા ઓછામાં ઓછા 12 મહિનાનો લઘુત્તમ કુલ ઈન પરિયડનો સમયગાળો નક્કી કરવો. આનો અર્થ એ છે કે વિલફુલ ડિફોલ્ટર અથવા છેતરપિંડીમાં સંડોવાયેલી કંપની સમાધાન સમાધાનના અમલના 12 મહિના પછી નવી લોન મેળવી શકે છે.


RBIનો નવો નિયમ આઘાતજનક


સેન્ટ્રલ બેંકે વિલફુલ ડિફોલ્ટર્સને કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટથી બહાર રાખવાના તેના અગાઉના નિયમને નાટકીય રીતે બદલી નાંખ્યો છે. 7 જૂન, 2019ના રોજ, આરબીઆઈએ તેના ‘સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશન માટેની માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરી હતી કે, ફ્રોડ/ ગેરરીતિ/ ઇરાદાપૂર્વક ડિફોલ્ટ કરનાર ઋણ લેનારાઓ લોન રિસ્ટ્રક્ચરિંગ માટે અયોગ્ય રહેશે. હવે મધ્યસ્થ બેંક દ્વારા વિચારણાપૂર્વક ડિફોલ્ટરોને કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ આપવા માટેના નિયમો આ અચાનક કરાયેલો આ ફેરફાર બેંકિંગ ક્ષેત્ર માટે આઘાતજનક છે કારણ કે તેનાથી બેંકિંગ સેક્ટર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટવાની સાથે સાથે થાપણદારોના વિશ્વાસને પણ ઠેસ પહોંચાડશે.


ઈમાનદાર લોન ધારકોને ખોટો સંદેશ મળશે


RBIના નવીનતમ ‘ફ્રેમવર્ક ફોર કોમ્પ્રોમાઈઝ સેટલમેન્ટ્સ અને ટેક્નિકલ રાઈટ-ઓફ’ને “હાનિકારક પગલું જે બેંકિંગ સિસ્ટમની સદ્ધરતા સાથે ચેડા કરી શકે છે અને જાણી જોઈને ડિફોલ્ટરોનો અસરકારક રીતે સામનો કરવાના પ્રયાસોને નબળી પાડી શકે છે” તરીકે ગણવામાં આવે છે. તે માત્ર અનૈતિક દેવાદારોને પ્રોત્સાહન જ નથી આપતું પણ પ્રામાણિક લોનધારકોને એક ખોટો સંદેશો મોકલે છે, જેઓ ઇમાનદારીપૂર્વક તેમની લોનની ચૂકવણી કરે છે. 6 લાખ બેંક કર્મચારીઓનુ પ્રતિનિધિત્વ કરતા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) અને ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)એ જણાવ્યુ હતુ કે,“અમે દ્રઢપણે માનીએ છીએ કે ફ્રોડ અથવા વિલફૂલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરાયેલા લોન એકાઉન્ટ માટે સેટલમેન્ટની મંજૂરી આપવી એ ન્યાય અને જવાબદારીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે” 


કઈ બેંકના કેટલા નાણા ફસાયા છે?


ટ્રાન્સયુનિયન સિબિલના આંકડા અનુસાર ડિસેમ્બર 2020 સુધીમાં 12907 વિલફૂલ ડિફોલ્ટ એકાઉન્ટરમાં બેંકોના 24,5767 કરોડ રૂપિયા અને ડિસેમ્બર 2021 સુધીમાં 14,202 વિલફુલ ડિફોલ્ટ એકાઉન્ટ્સમાં 28,5474 કરોડ રૂપિયા ફસાયેલા હતા. જાહેર ક્ષેત્રની બેંકો 2,92,865 કરોડ રૂપિયા સાથે કુલ વિલફૂડ ડિફોલ્ટરો પાસેના બાકી લેણામાં 85 ટકા હિસ્સો ધરાવે છે. ઉપરોક્ત આંકડા અનુસાર ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા SBIના 79,227 કરોડ રૂપિયા વિલફૂલ ડિફોલ્ટરો પાસે ફસાયેલા છે. તો બીજા ક્રમે પંજાબ નેશનલ બેંકને 2143 ડિફોલ્ટરોએ 38,333 કરોડ અને યુનિયન બેંકને 335 ડિફોલ્ટરોએ 35,561 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ખાનગી ક્ષેત્રની બેંકોની વાત કરીયે તો ICICIબેંકના 59 વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી 2,136 કરોડ રૂપિયા ફસાયેલા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?