પતિનું હાર્ટ એટેકથી મોત થતાં પત્નીએ પણ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, અમરેલીના લીલીયા ગામની હ્રદયદ્રાવક ઘટના


  • Published By :
  • Published Date : 2023-05-14 18:01:02


અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં એક હ્રદયદ્રાવક ઘટનાના કારણે શોકનો માહોલ છે.  હાર્ટ એટેકથી પતિના મોત બાદ પરિણીતાએ પણ મોતને વ્હાલું કરતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પતિના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધાની ઘટના બની છે. પતિ-પત્નીની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ શોકમગ્ન બન્યું હતું. 


યુવકનું હાર્ટ એટેકથી મોત


અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં રહેતા ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા પરિવારજનો તો આઘાતમાં હતા જ પરંતુ આ આઘાત તેની પત્ની માટે અસહ્ય હતો. પતિના મોતના વિયોગમાં પત્ની પ્રિન્સીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પરિવાર માટે એક તરફ ધવલનું મૃત્યુ અને બીજી તરફ તેની પત્ની પ્રિન્સીનો આપઘાત  બેવડા વજ્રઘાત સમાન હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ધવલ રાઠોડે છ મહિના પહેલા જ પ્રિંસી રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?