કેમ કરવામાં આવે છે તિલક અને શા માટે લગાડવામાં આવે છે અક્ષત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-15 16:34:49

આપણે ત્યાં જ્યારે પણ કોઈ પૂજા અથવા ધાર્મિક પ્રસંગો દરમિયાન તિલક કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો કંકુ, ચંદન તેમજ હળદરનું તિલક કરતા હોય છે. ત્યારે બંને આઈબ્રો વચ્ચે ચાંદલો કરાયા પછી અક્ષત લગાડવામાં આવે છે એ શું તમે જાણો છો?

આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ ત્યારે ચાંદલો અવશ્ય કરતા હોઈએ છીએ. ઘરની બહાર જતા પહેલા પણ તિલક કરવામાં આવે છે. ધાર્મિકની સાથે સાથે તિલક કરવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક કરવાથી એકાગ્રતા વધે છે. ઉપરાંત મનને શાંતિ પણ મળે છે. ચાંદલો કર્યા પછી અક્ષત લગાડવામાં આવે છે. અક્ષતને શ્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષતને ચોખા પણ કહેવામાં આવે છે.  

ભાઈબીજની તિથિ પર ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત અને તેનું મહત્વ જાણો

શાસ્ત્રો અનુસાર ચોખાને શુદ્ધ અનાજ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પણ અક્ષત અર્પણ કરવામાં આવે છે. ચોખાને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોખા લગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. તિલકને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. 

ચંદનનું તિલક કરવાથી શાંતિ મળે છે. કેસર-ચંદનનું તિલક કરવાથી વિચક્ષણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ હળદરનું તિલક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપરાંત અનેક લોકો ભસ્મનું તિલક પણ કરે છે. ભસ્મ તિલક કરવાથી નિર્મોહીપણું આવે છે જ્યારે કંકુનું તિલક કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

તિલક નું શું મહત્વ છે કેમ કરવામાં આવે છે તિલક The importance of tilak is  why tilak is done - YouTube

ચાંદલાનું તો મહત્વ રહેલું છે પરંતુ કંઈ આંગળીથી કરવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અનામિકા આંગળીથી તિલક કરવાથી મનને શાંતિ મળે છે. મધ્યમા આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે. અંગુઠાથી તિલક પુષ્ટિ દાયક હોય છે. તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?