સુરતમાં વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. સુરતથી એક ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સુરતમાં અમુક વિસ્તારોમાં પૂર જોવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સમીક્ષા કરવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં ગયા હતા. મળતી માહિતી અનુસાર પર્વત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ચાર દિવસ પહેલા મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ ડેપ્યુટી મેયર ત્યાં આવી પહોંચ્યા હતા. રસ્તા પર પડેલા કાદવને ના ઓળંગવો પડે, તેમના કપડા ગંદા ના થાય તે માટે તે માટે તે ફાયર ઓફિસરના ખભે બેસીને તેમણે કાદવ ઓળંગ્યું હતું. ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.
હસતા હસતા ફાયર ઓફિસરના ખભા પર ડે. મેયર ચઢી ગયા!
ડેપ્યુટી મેયર સહીત મહાનગર પાલિકાના અધિકારીઓ સુરતના વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા. જોકે પર્વત પાટિયા વિસ્તારમાં એક જગ્યાએ તેમને રસ્તો ઓળંગવો હતો . પણ ત્યાં કાદવ હોવાના લીધે આ રોડને પોતે પાર કરવા ના માગતા હતા. તેમણે ફાયર ઓફિસરના ખભાનો સહારો લીધો. તે ઓફિસરના ખભા પર હસતા હસતા ચઢી ગયા. સવાલ એ થાય કે ડેપ્યુટી મેયર તો ફાયર ઓફિસરના ખભે ચઢી ગયા પરંતુ સામાન્ય માણસોનું શું?
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સર્જાઈ હતી પુર જેવી સ્થિતિ
આ ફોટો વાયરલ થયા બાદ ફાયર ઓફિસરની સ્પષ્ટતા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયરના પગમાં ઈન્ફેક્શન થયું હતું જેને કારણે ખભા પર બેસી નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ઉલ્લેખનિય છે કે પુરને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પાણી તો ઓસરી ગયા છે પરંતુ કાદવથી પરિસ્થિતિ બગડી છે. ત્યારે આ ફોટા વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..