લોકો કેમ રસ્તા પર રહે છે, અમે આ લોકો સાથે વાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 18:04:58

Story By Saddam Shaikh


આપણું અમદાવાદ કે જેને આપણે બધા મેટ્રો શહેર તરીકે ઓળખીયે છીએ. અમદાવાદમાં રિવરફ્રન્ટ,શહેરમાં ફરતી મેટ્રો ટ્રેન,કરોડોના બંગલાઓ બધું જ છે, મજા પડી જાય અમદાવાદમાં ફરવાની...પણ દુઃખ એ વાતનું લાગે કે જયારે આપણે રસ્તા પર ફૂટપાથ પર રહેતા લોકોનું જીવન જોઈએ

એ અમદાવાદના ચમકતા ફૂટપાથો પર કલર ઉડેલા કપડાં સાથે રસ્તા પર જમતા બાળકો અમે જોયા છે...આપણે ઘરે ચૂલો સળગતો હશે, અમે એમના ચૂલા રસ્તા પર સળગતા જોયા છે... હશે આપણે બેસતું વર્ષ રંગીલું પણ એ તો રંગ વગરના કપડાંમાં જ છે….એ બાળકોની આંખમાં આશાઓ હતી એમના માટી વાળા હાથ આગળ કરી અમારી પાસે પણ કંઈક માંગતા હતા...આજે નવા કપડાં પહેરીને આપણે હરખાતા હોઈશું પણ આપણે એમની સામે ઉભા રહી શકતા નથી...

 

આવું કેમ થાય છે ?

આ લોકો માંથી ઘણા લોકો એવા હોય છે જેમને કોઈ મજબૂરી નથી હોતી છતાં ભીખ પણ માંગતા હોય છે સરકાર અને ખાનગી સંસ્થાઓ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે છતાં ઘણા લોકો આ બધું છોડીને ફરી વાર ભીખ માંગે છે અને રસ્તા પર રહે છે. આપણા દેશમાં ભિક્ષાવૃતિ એક ગુનો છે, આ ગુનો અમદાવાદના દરેક ચાર રસ્તા પર થઇ રહ્યો છે આમને પકડી ભિક્ષુક ગૃહમાં લઇ જવાનું કામ પોલીસનું છે.. પણ આ પ્રોસેસ એટલી લાંબી હોય છે કે પોલીસ આમાં ધ્યાન નથી આપતી પરંતુ ખરેખર ભીખ માગવી એ કાનૂની અપરાધ ના બદલે માનવ સમાજ વિપરીત પરિસ્થિતિના કારણે ઉભી થયેલો અભિશાપ ગણી શકાય

સમાજમાં ગમતું ન હોય છતાં હજારો નહીં પરંતુ લાખો લોકો ભીખના વ્યવસાય સાથે સંકળાયેલા છે સરકાર અને સંસ્થાઓ દ્વારા ભીખમાં જોતરાયેલા બાળકોને પુનર્વસન અને બાળકો માટે સામાજિક વિકાસની યોજનાઓ ચલાવી રહી છે. સરકારે અને ખાનગી સંસ્થાઓએ આ લોકો વિષે ઘણી સારી વ્યવસ્થા કરી છે..સરકારી આવાસ બનાવ્યા છે...ભિક્ષુક ગૃહ બનાવ્યા છે.પણ ઘણા લોકો એ ઘરો છોડીને આવી જાય છે અને ફરી ભીખ માંગવાનું શરૂ કરી દે છે.તો બીજી બાજુ જેમને ઘર મળ્યા છે એ લોકો પોતાના સરકારી મકાનો ભાડે આપી ફરી રસ્તાઓ પર આવી જાય છે. આ ભિક્ષાવૃતિ વર્ષોથી ચાલતી આવી છે પહેલાની સરકારોમાં પણ અને આ સરકારમાં પણ...માનવ માનવ ને દયાપાત્ર મદદરૂપ થવું એ માનવ સંવેદના ગણવામાં આવે છે માણસ માણસને કામ આવવાની માનવતા સમાજ માટે આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે પરંતુ માણસાઈના આ ગુણના અવળા પરિણામો રૂપે માનવતા માટે કલંકરૂપ એવા ભીખ માંગવાનું દૂષણ માનવ સમાજ માટે અભિશાપ બનીને સામે આવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?