ભગવાન વિષ્ણુને કેમ કહેવાય છે ચતુર્ભુજ? જાણો ચાર હાથમાં શું કરે છે ભગવાન ધારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-31 17:29:58

આપણે ત્યાં ત્રિ-દેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન બ્રહ્માને સૃષ્ટિના રયૈતા માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુને પાલનહાર માનવામાં આવે છે તો દેવાધિ દેવ મહાદેવને સંહારના દેવ માનવામાં આવે છે. મૂર્તિના રૂપમાં આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોઈએ છીએ. ભગવાન વિષ્ણુને ચતુરભૂજ અવતારમાં બતાવામાં આવ્યા છે. મતલબ ભગવાન વિષ્ણુને ચાર હાથ હોય છે. 


અનેક અવતાર લઈ ધર્મની કરે છે રક્ષા  

ભગવાન વિષ્ણુ સંપૂર્ણ બ્રહ્માંડનું પાલન કરનાર દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લઈ ધર્મની સ્થાપના કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં જ્યારે પાપ વધી જશે ત્યારે ભગવાન નારાયણ કલકી અવતાર ધારણ કરશે. 


ચારભૂજાઓમાં સમાયેલી છે અનેક શક્તિ 

પુરાણો મુજબ ભગવાન વિષ્ણુ માનવના રૂપમાં અનેક અવતાર લે છે. અત્યારસુધી ભગવાને અનેક અવતાર લઈ લીધા છે. ક્ષીરસાગરમાં તેઓ વાસ કરે છે અને માતા લક્ષ્મી તેમના ચરણો દબાવતા હોય છે. તેમની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. તેમની ચારભૂજામાં અનેક શક્તિઓ રહેલી છે. 


ચાર ભૂજાઓ ચાર આશ્રમનું પ્રતિક 

ડાબા હાથમાં પદ્ય એટલે કમળ ધારણ કરે છે, બીજા હાથમાં કૌમોદાકી એટલે ગદા ધારણ કર્યું છે, ઉપરવાળા ડાબા હાથમાં પાંચજન્ય શંખ છે જ્યારે ઉપરવાળા જમણા હાથમાં તેમણે સુદર્શનચક્ર ધારણ કર્યું છે. શ્રી હરીના આ ચારેય હાથ માનવ જીવન માટે ચાર ચરણો અને ચાર આશ્રમોનું પ્રતિકના રૂપમાં ઓળખવામાં આવે છે. પહેલા જ્ઞાનમાટે શોધ એટલે બ્રહ્મચર્ય, બીજું પારિવારીક જીવન, ત્રીજું વનમાં પાછા જવું અને ચોથું સન્યાસી જીવન દર્શાવે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?