ચાર-ચાર બંગડી ગાયનથી ફેમસ થનાર સિંગર કિંજલ દવેની ચિંતામાં વધારો થયો છે. સેશન્સ કોર્ટે ફરમાન કર્યું છે કે કિંજલ દવે આ ગીત નહીં ગાઈ શકે. વાત એમ છે કે આ ગીતને લઈ રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. પરંતુ જ્યાં સુધી આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી કિંજલ દવે આ સોન્ગ નહીં ગઈ શકે.
ચાર-ચાર બંગડી વાળા ગીતને કારણે કિંજલ દવે થયા હતા પ્રખ્યાત
આ ગીત પર રેડ રિબન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કોપીરાઈટ કેસ કરવામાં આવ્યો હતો. 20 ડિસેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કરવામાં આવ્યું હતું. ગીત મુકાતા જ આ ગીત સુપરહીટ થઈ ગયું હતું અને આ ગીતને કારણે ગાયક કિંજલ દવે રાતોરાત લોકપ્રિય થઈ ગયા હતા. જે બાદ 2017માં કંપની દ્વારા આ ગીતને લઈ કોપીરાઈટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની રચના કરી છે.
સિટી સિવિલ કોર્ટે ફરમાવ્યો હુકમ
કિંજલ દવેએ આ ગીતના અમુક શબ્દોમાં ફેરબદલ કરી આ ગીતની નકલ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કોપીરાઈટ વિવાદ ચાલતો હતો. કોપીરાઈટનો કેસ હોવાને કારણે કોર્ટે આ પ્રખ્યાત ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવેથી કિંજલ દવે આ કેસનો ચૂકાદો નહીં આવે ત્યાં સુધી આ સોન્ગની સીડી અથવા કેસેટ કંઈ પણ વેચી નહીં શકે ઉપરાંત કોઈ પ્રોગ્રામમાં આ ગીત ગઈ નહીં શકે.