સંસદમાં જ્યારે વિશેષ સત્રનું આયોજન થયું હતું ત્યારે અનેક બિલ પાસ થયા હતા. પરંતુ સંસદમાં બીજેપીના સાંસદ રમેશ બિધૂડીએ બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દો સંસદમાં વાપર્યા હતા. ભાષણ આપતી વખતે સાંસદ પોતાની મર્યાદા ભૂલી ગયા હોય તેવું લાગ્યું હતું. સાંસદના ભાષણ બાદ રાજનેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ત્યારે ભાજપે સાંસદ રમેશ બિધૂડીને નવી જવાબદારી સોંપી છે.ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી તેમને રાજસ્થાનમાં આપવામાં આવી છે.
રમેશ બિધૂડીને સોંપવામાં આવી રાજસ્થાનની જવાબદારી
ભાજપના સાંસદ સંસદમાં ભાષાની મર્યાદા ભૂલ્યા હોય તેવી રીતે વિશેષ સત્રમાં ભાષણ આપ્યું હતું. બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાંસદ વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી. પત્ર પણ લખવામાં આવ્યો પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપ દ્વારા પણ કોઈ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા ન હતા. અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અલગ અલગ જગ્યાઓની જવાબદારી અલગ અલગ લોકોને આપવામાં આવી છે. ત્યારે રાજસ્થાનના ટોંકના ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી રમેશ બિધૂડીને આપવામાં આવી છે.
ચૂંટણી પ્રભારી બનાવી દેવાતા વિપક્ષે કર્યા આકરા પ્રહાર
રમેશ બિધૂડીને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાતા વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે. લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર આ અંગે સરકારને ઘેરી છે. તેમણે લખ્યું કે બીજેપીએ બિધૂ઼ીને એક મુસ્લિમ સાંસદ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનું તેમને ઈનામ આપવામાં આવ્યું છે. તો આ મુદ્દે જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ બધું બકવાસ છે. તો કપિલ સિબ્બલે કહ્યું કે બીજેપીએ નફરતનું ઈનામ આપ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
રમેશ બિધૂડીએ સંસદમાં ચંદ્રયાન-3ની સફળતા વિશે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમણે પોતાના ભાષણ કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા. આ બાદ ટ્વિટર પર રમેશ બિધૂડી જિંદાબાદ પણ ટ્રેન્ડ થયું હતું.