શા માટે ઈસુદાને ટ્વીટ કરી વડોદરા કોર્પોરેશન પર કર્યા પ્રહાર?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:23:05

અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરા મુલાકાતે હતા ત્યારે તેમણે વડોદરામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન પર પ્રહારો કર્યા છે. 


ઈસુદાન ગઢવીએ શું ટ્વીટ કરી?

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, જે નવનીત કાકાએ કેજરીવાલની સભા માટે પોતાનો પાર્ટી પ્લોટ આપ્યો હતો તેનો હોલ તોડવા માટે વડોદરા મહાનગરપાલિકા નોટિસ વગર બુલડોઝર લઈને પહોંચી ગઈ છે. 


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ ગેરકાયદેસર ઈમારતોને તોડવા નથી આવતી પણ નવનીત કાકા જેવા સારા માણસને પરેશાન કરે છે


ગેરકાયદેસર બાંધકામ હોય તો કોર્પોરેશન તોડશેઃ કેયૂર રોકડિયા 

જમાવટે જ્યારે સમગ્ર મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ગેરકાયદેસર હોય તો તેને દૂર કરવા માટે કામગીરી કરવા માટે કોર્પોરેશન બંધાયેલી છે. તેમણે કહ્યું હતું કે નવનીતભાઈને ત્યાં પાર્ટી પ્લોટમાં પાર્કિંગનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે અને તેમાં લોન લેવામાં આવે છે. કેયૂર રોકડિયાએ આક્ષેપ કર્યો હતો કે પાર્કિંગની જગ્યા નથી અને ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે આથી ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જમાવટે જ્યારે પૂછ્યું હતું કે વડોદરાના અન્ય બાંધકામ તોડવાનો તમને ક્યારે સમય મળશે? ત્યારે કેયૂર રોકડિયાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. 


કોણ છે આ નવનીત કાકા?

ઈસુદાન ગઢવીએ ટ્વીટમાં જે નવનીત કાકાના નામનો ઉલ્લેખ કર્યો છે તે વડોદરાના રહીશ છે. તેમની ઉંમર 60 વર્ષની છે અને તેઓ પાર્ટી પ્લોટના માલીક છે. તેઓ ભાજપ અને કોંગ્રેસને પણ અગાઉ કાર્યક્રમ કરવા માટે પાર્ટી પ્લોટમાં જગ્યા આપી ચૂક્યા છે. તેઓ પાર્ટી પ્લોટના માલીક છે અને પાર્ટી પ્લોટની કામગીરી સાથે જોડાયેલા છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.