કોમેડિયન કુણાલ કામરા સામે કેમ FIR , શિંદે સેનાએ કરી તોડફોડ.. વિવાદનું કારણ શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-24 17:30:54

કોમેડિયનસનો તો જાણે ખરેખર સમય સારો નથી ચાલી રહ્યો પહેલા મીમમાં આ ચાલતું પણ હવે તો હકીકતમાં એવું થઈ રહ્યું છે પહેલા ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ અને હવે કુણાલ કામરા.. કોમેડીમાં વિવાદ છે કે વિવાદ કોમેડી છે ખબર જ નથી પડતી 


કુણાલ કામરા સામે કેમ FIR થઈ? 

આજે વારે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR થઈ કુણાલ કામરા સામે fir તો સામાન્ય માનવામાં આવે છે કારણકે એમની કોમેડી અને નિવેદનો એતો અનેક વિવાદ ઊભા કર્યા છે પણ આ વખતે તો મામલો ગંભીર થઈ ગયો કેમ તો રવિવારે કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયો જેમાં જેમાં તે ડેપ્યુટી સીએમ શિંદેની મજાક ઉડાવતું ગીત ગાઈ રહ્યો હતો. અને આપના દેશમાં વાત જ્યારે રાજનીતિ અને ધર્મની આવે એટલે તરત કોઈ ના કોઈની તો લાગણી દુભાઈ જ જાય છે અને એવુજ થયું શિંદે જૂથના કાર્યકરો ગુસ્સે ભરાયા અને મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત કામરાના સ્ટુડિયોમાં જઈને તોડફોડ કરી નાખી . તોડફોડ બાદ એ સ્ટુડિયો બંધ કરી દેવામાં આવ્યો અને 11 લોકોની ધરપકડ પણ કરી પણ આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક બાદ એક નેતાઓએ આ વિષે પ્રતિક્રિયા આપી અને લોકોએ જાહેરમાં કુણાલ કામરાના પોસ્ટરો સળગાવ્યા  



વિવાદિત ગીતમાં શું હતું? 

ગીતની શરૂઆતમાં જ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના લુકનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી તેમણે શિવસેના સામે બળવો કરવાની અને ધારાસભ્યો સાથે ગુવાહાટી જવાની વાત કરી. બાદમાં શિંદે થાણેનો રહેવાસી છે અને પહેલાં ઓટોરિક્ષા ચલાવતો હતો. એ જ સમયે શિંદેને ગદ્દાર, પક્ષપલટુ અને ફડણવીસના ખોળામાં બેઠેલા તરીકે વર્ણવવામાં આવ્યા છે.અને એટલે જ શિંદે જુથના લોકો ગુસ્સે ભરાયા 



દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન 

આ વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું જેમાં ફડણવીસે કહ્યું- કુણાલ કામરાએ માફી માગવી જોઈએ, આ સહન કરવામાં આવશે નહીં. કોમેડી કરવાનો અધિકાર છે, પરંતુ જો તે આપણા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું હોય તો એ યોગ્ય નથી. જેની સામે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. 'ગદ્દારને' ને 'ગદ્દાર' કહેવું એ કોઈ પર હુમલો નથી.


પહેલાના વિવાદો

જોકે આ કોઈ પહેલો વિવાદ તો નથી વર્ષ 2020માં ઈન્ડિગો એરલાઈન્સ અને સ્પાઈસ જેટ દ્વારા કુણાલ કામરા પર થોડા સમય માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.એરલાઈન્સની ફ્લાઈટમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને હેરાન કરવાનો આરોપ હતો.2020માં પણ કામરા વિવાદમાં ફસાયા હતા. ત્યારબાદ તેણે જર્મનીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગીત ગાતા સાત વર્ષના છોકરાનો એડિટેડ વીડિયો શેર કર્યો હતો અને એ પણ એક વિવાદ હતો અને આ લિસ્ટ ખૂબ લાંબી છે હવે ત્યારે પોલીસ કુણાલ કામરાને શોધી રહી છે.. 






"પીડિતાના ગુપ્તભાગોને પકડવા અને તેના પાયજામાંની દોરી છોડવાને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહિ." :ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રા !

રંગમંચ એ મનોરંજનની સાથે સમાજ જીવનની સંવેદનાઓને નાટકના માધ્યમથી લોકમાનસ સુધી લઈ જાય છે.દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે.

હાલમાં જ અમેરિકાએ યમનના હુતી બળવાખોરો પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . પરંતુ આ પછી યુએસ ઇન્ટેલિજન્સમાં ખુબ મોટી માહિતી લીક થઈ . જોકે યુએસને આ માહિતી લીકથી કોઈ નુકશાન નથી થયું કેમ કે , તે પેહલા હુતી બળવાખોરો પર સર્જીકલ સ્ટ્રાઇક થઈ ચુકી હતી . આ સમગ્ર ઘટના સિગ્નલ નામની મેસેજિંગ એપ પર બની હતી અને પછી એટલાન્ટિક નામના મેગેઝીનમાં તે બહાર આવી છે .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી છે . તેમણે હાલમાં અમેરિકામાં ચૂંટણી સુધારા કરતા એક્ઝીક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે . આ સુધારા અમેરિકામાં આવનારી ૨૦૨૬ની મીડટર્મ ચૂંટણીઓ અને ૨૦૨૮ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ હશે .