આમીર ખાનની એડ પર કેમ થઈ રહ્યો છે વિરોધ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 21:36:01

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની એક એડવર્ટાઈઝમેન્ટનો હાલ વિરોધ થઈ રહ્યો છે. આ એડ ખાનગી બેંકની છે જેમાં અભિનેત્રી કિયારા અડવાણી અને આમીર ખાન દેખાઈ રહ્યા છે. 


આમીર કરી રહ્યા છે ગૃહ પ્રવેશ 

આ એડની અંદર આમીર ખાન ઘર જમાઈ બનીને ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આમીર ખાન સાસરિયાના ઘરમાં કળશને પગથી હટાવી પ્રવેશ કરી રહ્યા છે. કિયારા અડવાણી અને આમીર ખાન નવદંપતી છે અને લગ્ન બાદનો સીન આ એડની અંદર દેખાઈ રહ્યા છે. આમીર ખાન એટલા માટે ઘર જમાઈ બની રહ્યા છે કારણ કે વધુના પિતા બીમાર છે. 


સોશિયલ મીડિયા પર આમીર ખાનને ટ્રોલ કરાયા 

સોશિયલ મીડિયા પર આમીર ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આમીર હિંદુ ધર્મના લોકોની આસ્થા દુભાવી રહ્યા છે. સંસ્કૃતિ બચાવો મંચે પણ આમીર ખાનને ચેતવણી આપી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રા પણ સમગ્ર મામલે ગુસ્સે થયા છે. નરોતમ મિશ્રાએ કહ્યું હતું કે આવી એડથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આમીર ખાનને આવું ના કરી શકે. મેં પણ એડ જોઈ છે અને મને પણ બરોબર નથી લાગ્યું. ફિલ્મ મેકર વિવેક અગ્નીહોત્રી પણ સમગ્ર મામલે ટિપ્પણી કરી હતી.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?