પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ સૌથી વધારે Jamnagarમાં કેમ? સૌરાષ્ટ્રની અનેક બેઠકોની મુલાકાત લીધા બાદ Devanshi Joshiએ આ મામલે શું કહ્યું સાંભળો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-27 16:19:35

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો.. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં ફેરવાઈ ગયું. અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે જામનગરમાં ફરી એક વખત પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. નવાગામ, જામજોધપુર સહિતની જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા.. ભાજપના ઉમેદવાર તેમજ વર્તમાન સાંસદ પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.... 

વિરોધના દ્રશ્યો જામનગરથી વધારે આવી રહ્યા છે સામે 

ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ શાંત થાય... ભાજપના નેતાઓ વિવાદને ડામવા મેદાનમાં આવ્યા એ પછી સી.આર.પાટીલ હોય કે પછી હર્ષ સંઘવી.. ચૂંટણી પહેલા આ વિરોધ શાંત થઈ જાય તે માટેના પ્રયત્નો કરાયા પરંતુ વિવાદ છે કે શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો છે... ભાજપના અનેક ઉમેદવારોને, નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...


પરષોત્તમ રૂપાલાને નથી કરવો પડ્યો વિરોધનો સામનો     

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતની અનેક લોકસભા બેઠકો પર જોવા મળી રહ્યો છે... સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.. સૌથી ઓછો વિરોધ જો ક્યાંક થઈ રહ્યો છે તે બેઠક છે રાજકોટ લોકસભા બેઠક.... પરષોત્તમ રૂપાલાની સભા હોય અને તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે નથી આવ્યા.. પરષોત્તમ રૂપાલાની સભામાં વિરોધ થયો હોય, તેમની સભાને રદ્દ કરવી પડી હોય તેવા સમાચાર સામાન્ય રીતે સામે નથી આવ્યા..

 

ભાજપનું ઈન્ટરલ પોલિટિક્સ સામે  આવ્યું? 

જામનગર લોકસભા બેઠક પરથી આવા વિરોધના દ્રશ્યો અવાર-નવાર સામે આવી રહ્યા છે.... જામનગરમાં થઈ રહેલો વિરોધ શું ભાજપને કોઈ ઈશારો આપવા માંગે છે? 2014થી જામનગરના સાંસદ પૂનમબેન માડમ છે અને આ વખતે પણ તેઓ ત્યાંથી ઉમેદવાર છે... જો દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાજપના ઈન્ટરનલ પોલિટિક્સ પર કરી રહ્યા છે.. ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના નેતાઓ દ્વારા આ વિવાદને શાંત કરવા માટે પ્રયત્નો કરવામાં નથી આવ્યા... ક્ષત્રિય નેતાઓ દ્વારા એવા પગલા નથી લેવાયા કે જે વિવાદને શાંત કરવામાં ઉપયોગી હોઈ શકે છે... 


પૂનમ માડમ છે જામનગર ભાજપના ઉમેદવાર 

કચ્છમાં ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે વિનોદ ચાવડાને, જામનગરમાં પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા દરમિયાન અનેક બેઠકોના વિસ્તારોમાં ફરી ત્યારે ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું કે ભાજપમાં રહેલા ક્ષત્રિય નેતાઓ તેમને સમજાવવા નથી આવ્યું કે વિરોધ ના કરો..  જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વધારે કરાઈ રહ્યો છે વિરોધ? 



શું ભાજપમાં રહેલા ક્ષત્રિય નેતાઓ ખુલીને બોલી રહ્યા છે ખરા?

પ્રશ્ન થાય કે નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ તો આવા વિરોધના દ્રશ્યો શા માટે જામનગરથી સામે આવે છે તો તેનો જવાબ છે કારણ કે ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના નેતા ગ્રાઉન્ડ પર જઈ લોકોને સમજાવાની કોશિશ નથી કરી રહ્યા કે વિરોધ ના કરવો જોઈએ.. ભાજપના ક્ષત્રિય નેતાઓએ ખુલ્લીને નિવેદન નથી આપ્યું આ વિવાદને લઈ... જ્યારે આને લઈ ક્ષત્રિય સમાજના વસતા લોકોના ગામડામાં ગયા ત્યારે તેઓએ કહ્યું કે તેઓ ખુલીને નથી બોલતા પણ અંદરખાને તેઓ પણ આંદોલનના સમર્થનમાં જ છે...!  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?