STORY BY DEVANSHI JOSHI
ભારતમાં ચારેય બાજુ કોહિનૂરની ચર્ચા શરૂ થઈ છે ત્યારે એક સવાલ થાય કે અંગ્રેજોની પાસે આ અદભૂત, દુનિયાનો સૌથી મોંઘો અને મોટો હીરો કોહિનૂર હોવા છતાં કેમ એને કોઈ રાજા પહેરતા નથી?
તો એનું કારણ છે કોહિનૂર હીરાનો લોહિયાળ ઈતિહાસ.....
કેહવામાં આવે છે કે કોહિનૂર સાથે સંકળાયેલો છે એક શ્રાપ, જેમાં કહેવાયું છે કે 'જે આ હીરાના માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે, પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે.' કોઈ કહે છે શ્રીકૃષ્ણના સમયનો છે કોહિનૂર, તો કોઈ કહે છે આંધ્રની ખીણમાંથી નીકળ્યો છે કોહિનૂર, પણ સૌથી વધારે સ્વિકૃત વાયકા પ્રમાણે કોહિનૂર નીકળ્યો હતો કોલુર માઈન્સમાંથી, જે ગોલકોંડાના હીરા તરીકે પણ ઓળખાય છે, કૃષ્ણા નદીની આસપાસ મળે છે, સુદી નદીઓના કિનારે આવા રત્નો મળવાની સંભાવના રહેતી હોય છે. કોઈની પાસે આની ચોક્કસ માહીતી નથી કે કોહિનૂર ક્યાંથી મળ્યો હતો, પણ પછી બાબરનામામાં આનો ઉલ્લેખ આવે છે, શાહજહાંના ફેમસ મયૂરાસન નામના સિંહાસનમાં મોરની આંખમાં કોહિનૂર હોવાનું મનાય છે, એવું કહેવાય છે કે તાજમહેલ કરતા પણ ચાર ગણો મોંઘું આ સિંહાસન હતું, પછી કોહિનૂર પર્શિયાના રાજા નાદીર શાહ પાસે ગયો હોવાનું મનાય છે, જ્યારે વર્ષ 1739માં નાદીર શાહે દિલ્હી પર આક્રમાણ કર્યુ અને મોહમ્મદ શાહને હરાવ્યો ત્યારે એ પોતાની સાથે કોહિનૂર લઈ ગયો, કોહિનૂર નામ પણ નાદીર શાહે જ આપ્યું હતુ, જેનો મતલબ થાય છે રોશનીનો પહાડ, 70 વર્ષ સુધી કોહિનૂર પર્શિયા એટલે કે અફઘાનિસ્તાન પાસે રહ્યો, પણ કોહિનૂરના શ્રાપ પ્રમાણે નાદીર શાહનું સિંહાસન પણ છીનવાઈ જાય છે, કોહિનૂરના માલિક અહમદ શાહ દુર્રાની બને છે, દુર્રાની સામ્રાજ્ય પણ તૂટી પડે છે, ત્યાંનો શાસક ભાગીને લાહોર આવે છે. મહારાજા રણજીતસિંહની શરણ લે છે, શીખ સામ્રાજ્યના આ રાજા દુર્રાનીને શરણ તો આપે છે પણ કોહિનૂર પોતાની પાસે લઈ લે છે, અને આમ લગભગ 1813ની આસપાસ શીખ સામ્રાજ્ય પાસે આ હીરો પહોંચે છે, 1839માં મહારાજા રણજીતસિંહનું મૃત્યું થયું, કોહિનૂર દુર્ભાગ્ય પોતાની સાથે જ લઈને જતો હતો, 1843માં રણજીતસિંહના પત્ની રાણી જીંદન અને પુત્ર દુલિપસિંહ જ બચ્યા હોય છે, ઈસ્ટ ઈન્ડીયા કંપની એમની સાથે સંધી કરી લે છે, અને જેમાં લખી દેવાય છે કે ઈસ્ટ ઈન્ડીયા કંપનીને કોહિનૂર આપવામાં આવે છે, મહારાજા દુલિપસિંહની સંભાળની શરતે, દુલિપસિંહની સાથે કોહીનૂર પણ હજારો કિમી દુર સમુદ્રની સફર પાર કરીને બ્રિટેન પહોંચે છે, ત્યાં એમનો ઉછેર ક્રિશ્ચન પરંપરા પ્રમાણે થાય છે, અને પછી એમના મૃત્યુ સમયે અંગ્રેજો સામે કરેલા વિદ્રોહનો પણ લાંબો ઈતિહાસ છે, આપણે કોહિનૂર પર વાત કરીએ તો બધાને થાય કે કોહિનુરનો આ શ્રાપ અંગ્રેજોને કેમ ના લાગ્યો....
તો એનો જવાબ છે કે વાયકા પ્રમાણે અપાયેલા શ્રાપમાં બે શરતોનો પણ ઉલ્લેખ હતો કે,
જે કોહિનુરનું માલિક બનશે એ આખી દુનિયાનું માલિક થશે પણ દુનિયાભરના દુર્ભાગ્ય પણ એના જ ભાગમાં આવશે. માત્ર કોઈ સ્ત્રી કે ભગવાન જ આને દુર્ભાગ્યના માલિક બન્યા વગર પહેરી શકશે' અને કદાચ એટલે જ આ હીરો જ્યારે અંગ્રેજો પાસે પહોંચ્યો ત્યારે એમણે ઈતિહાસમાંથી શીખ લેતા હીરાને રાણી વિક્ટોરિયાના તાજમાં રાખ્યો, અને પછી ક્યારેય આ હીરાને કોઈ અંગ્રેજ પુરુષ શાસકે નથી પહેર્યો. અને હવે બ્રિટનના નવા રાજા ચાર્લસની પત્ની ડચેસ ઑફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. તો જમાવટ પર તમે જાણ્યો કોહિનૂર હીરાનો ઈતિહાસ. ઈતિહાસને લગતી વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો.