આપણા જીવનમાં અનેક લોકોનું યોગદાન રહેલું હોય છે. પરંતુ આપણે તેમના દ્વારા અપાયેલા યોગદાનને ગણતા નથી. દરેક વ્યક્તિ આપણને કંઈકનું કંઈ નવું શિખવી જાય છે. પરંતુ આપણે તેનો આભાર માનતા નથી. થેંક્યું શબ્દ ભલે નાનો લાગે પરંતુ બહુ શક્તિશાળી શબ્દ છે. આપણે કોઈને પણ થેંક્સ અથવા તો આભાર માનીએ છીએ અથવા તો કહીએ છીએ તો તેમના દિલમાં જાણે અજાણે આપણા માટે જગ્યા બની જતી હોય છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અને મુખ્યત્વે અમેરિકા, ભારત જેવા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભોજન આપવા બદલ પ્રભુનો આભાર માનવામાં આવે છે.
1621માં પ્રથમ વખત કરાઈ હતી ઉજવણી
અમેરિકા સહિત અનેક દેશોમાં નવેમ્બર મહિનાના ચોથા ગુરૂવારના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. જર્મની, બ્રાઝીલ, જાપાન સહિતના દેશોમાં આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાનો આભાર માને છે અને એક બીજાને થેન્ક્યું કહે છે. એવું માનવામાં આવે છે સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1621માં કરવામાં આવી હતી.
અમેરિકામાં ધામધૂમથી થાય છે આ દિવસની ઉજવણી
અમેરિકાએ સફળ ખેતી કરી હતી જે બાદ અમેરિકાએ પાડોશી દેશોનો આભાર માન્યો હતો. ત્યારબાદ 1789માં જોર્જ વોસિંગટને આ દિવસની સત્તાવાર રીતે જાહેરાત કરી અને ત્યારથી થેન્સ જીવીંગ ડેને ઉજવાની શરૂઆત થઈ. આ દિવસની ઉજવણી કરવા અમેરિકામાં લોકોને કામ પરથી રજા આપવામાં આવે છે. રજા હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે રહે અને એક બીજાને ધન્યવાદ કહે. કેનેડામાં ઓક્ટોબરના બીજા સોમવારે થેન્ક્સ ગીવીંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.
એક બીજાને થેન્ક્યુ કહી વધારે આત્મીયતા
આપણે પણ આપણી આસપાસ રેહતા લોકોનો, આપણા પરિવારનો સભ્યોનો તેમજ સાથે કામ કરનાર લોકોનો આભાર માનવો જોઈએ. ઉપરાંત ભગવાનનો પણ આભાર માનવો જોઈએ. કારણ કે તે જ આપણને લગતી તમામ વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે. અનેક લોકો આને Gratitude પણ કહે છે. જો દિલથી કોઈનો આભાર માનીએને તો આપણા સંબંધ વધારે મજબૂત બને છે અને દિલમાં રહેલી તમામ નારાજગી દૂર થાય છે.