Navratriના બીજા દિવસે કરાય છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીને પ્રસન્ન કરવા કયા મંત્રનો કરવો જોઈએ જપ?


  • Published By :
  • Published Date : 2023-10-16 09:16:40

ગઈકાલથી આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માતાજીના નવલા નોરતાનો આજે બીજો દિવસ. નવરાત્રી એટલે નવ દુર્ગાની આરાધના કરવાનો પર્વ. નવરાત્રીના બીજા દિવસે નવ દુર્ગાના બીજા સ્વરૂપ એવા માતા બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે.  શ્વેત વસ્ત્રો ધારણ કરનારા બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્માચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જેમણે તપસ્યાનું આચરણ કર્યું છે તે બ્રહ્મચારિણી છે. માતા બ્રહ્મચારિણીના સ્વરૂપની વાત કરીએ તો માતા એક હાથમાં કમંડળ ધારણ કરે છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. માતાજીની આરાધના કરવાથી સંયમ, ત્યાગ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. 


Navratri પહેલા જાણો માતાજીને કોણે આપ્યા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર, શા માટે થઈ હતી  માતાજીની ઉત્પત્તિ?

માતાજી શા માટે કહેવાય છે માતા બ્રહ્મચારિણી? 

શંકર ભગવાનને પતિ તરીકે પામવા માટે માતાજી તપ કરે તેવી વાત નારદજીએ માતાજીને કરી હતી. નારદજીના આ વચન સાંભળી માતાજીએ શંકર ભગવાનને પામવા માટે હજારો વર્ષો સુધી તપ કર્યું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીને હજારો વર્ષ સુધી ફળ ખાઈને તપસ્યા કરી. થોડા વર્ષો બાદ માતાજીએ માત્ર સુકાયેલા બિલિપત્ર ખાઈને તપસ્યા કરી. એવું માનવામાં આવે છે કે તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા. તપ કરવાને કારણે માતાજી બ્રહ્મચારિણી માતા કહેવાયા એવું માનવામાં આવે છે.  


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની ઉપાસના?


નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે તેવો ઉલ્લેખ આપણને શાસ્ત્રમાં મળે છે. નવરાત્રી દરમિયાન જો સાચા મનથી માતાજીની ભક્તિ કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે. અલગ અલગ માતાજીના અલગ અલગ મંત્રો આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. માતા બ્રહ્મચારિણી માતાજીના મંત્રની વાત કરીએ તો સાધક दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।  મંત્રનો જાપ કરી શકે છે. માતાજીની પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્રનો જાપ ન થાય તો એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમ: નો જાપ કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની પૂજા કરે છે તેને દરેખ ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 


બીજા દિવસે નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ?

હિંદુ ધર્મમાં નૈવેદ્યાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પ્રસાદને પ્રભુના સાક્ષાત દર્શન પણ કહેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અલગ અલગ ભોગ અલગ અલગ નૈવેદ્ય માતાજી સમક્ષ ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવસ પ્રમાણે નૈવેદ્યા અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે માતાજીને સાકારનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. સાકર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.   

   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે