ગુજરાતની જનતાની રક્ષા કરતી પોલીસ શા માટે નારાજ? શું છે માગ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:42:19



દિવસ રાત જોયા વગર 24 કલાક ખડેપગે સેવા આપતા ગુજરાત પોલીસના જવાનો અંદરખાને ગુજરાત સરકારથી નારાજ થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગઈકાલે રાત્રે ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન(GR) બહાર પાડી પોલીસ જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જ્યારે ગુજરાત પોલીસના જવાનો ભથ્થું અને ગ્રેડ-પે બંનેની માગ કરી રહ્યા હતા. ત્યારે ફક્થ ભથ્થામાં વધારો કરતા અને ગ્રેડ-પેમાં વધારો ન કરતા પોલીસ જવાનો નારાજ થઈ ગયા છે.  


ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશનમાં શું કરી છે જાહેરાત?

ગુજરાત સરકારે પોલીસ જવાનના ભથ્થા વધારવાની જાહેરાત કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. જ્યારે પોલીસ પરિવારની માગણી ગ્રેડ પે વધારવાની હતી. ભથ્થા વધવાથી ફિક્સ પગારમાં સેવા આપતા જવાનો પગાર 3500 રૂપિયા વધી જશે. પોલીસ કોન્સ્ટેબલનો 4000, હેડકોન્સ્ટેબલનો 4500 અને અને ASI જવાનનો 5000 રૂપિયાનું ભથ્થું વધશે. જ્યારે પોલીસ જવાનોમાં આ ગવર્નમેન્ટ રિઝોલ્યુનથ બાદ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસ જવાનોએ ગ્રેડ પેની માગણી કરી હતી. ગ્રેડ પે એટલે ભથ્થા સિવાય પોલીસ જવાનોને મળતું વધારાનો પગાર. 


શું છે ગ્રેડ પે અને શું હતી પોલીસ પરિવારની માગણી?

સાદી ભાષામાં સમજીએ તો ગ્રેડ પે એટલે પગારથી મળતી રકમ સિવાયનો અલગથી મળતો વિશેષ પગાર. પોલીસ પરિવારની માગણી છે કે કોન્સ્ટેબલનો 2800 રૂપિયા ગ્રેડ-પે, હેડ કોન્સ્ટેબલનો 3600 અને ASI જવાનનો 4200 રૂપિયાનો ગ્રેડ-પે મળે. જે માગણી માટે પોલીસ અને પોલીસ પરિવાર વર્ષોથી સરકાર સામે લડત લડી રહ્યા છે. 


કેવું હોય છે પોલીસ જવાનોનું પગારનું માળખું?

પોલીસ કોન્સ્ટેબલની જ્યારે નોકરી લાગે છે ત્યારે તેમનો પગાર ફિક્સ 19,950 રૂપિયા હોય છે. પાંચ વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ જવાન કાયમી થઈ જાય છે. કાયમી થયા બાદ પોલીસ કોન્સ્ટેબલનો 19,500 રૂપિયાનો પગાર ઘટીને 18,000 રૂપિયા થઈ જાય છે. ત્યારે પોલીસ પરિવારની માગણી છે કે, સરકાર કોન્સ્ટેબલ માટે 2800 રૂપિયા, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને ASI  જવાનનો 4200 રૂપિયાના ગ્રેડ-પે જાહેર કરે. 


જો સરકાર પોલીસની માગણી સ્વિકારે તો શું થશે?

જો ગુજરાત સરકાર પોલીસ માગણી સ્વિકારી લે તો 5 વર્ષના ફિક્સ પગાર બાદ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 29,200, હેડ કોન્સ્ટેબલનો 35,400 અને ASI  જવાનનો પણ 35,400  રૂપિયા પગાર થઈ જશે. 


પોલીસ જવાન અને તેમનો પરિવાર વર્ષોથી ભથ્થા અને ગ્રેડ-પે બંને વધારવા માટે માગ કરી રહ્યા હતા જ્યારે હાલ સરકારે માત્ર ભથ્થામાં જ વધારો કર્યો છે. જેના કારણે પોલીસ જવાનો નારાજ છે. પોલીસ જવાનોની માગણી છે કે ભથ્થામાં વધારો કર્યો છે તેની સાથે ગ્રેડ-પેમાં પણ વધારો કરવામાં આવે. ગુજરાત પોલીસ સિવાય ગુજરાતના પુરુષ યુવાનો પણ એલઆરડીમાં મહિલા સમકક્ષ યોગ્યતા અને એસઆરપીએફ મુદ્દા મામલે લડાઈ લડી રહી છે. 

 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?