ગોપાલ ઈટાલિયા હર્ષ સંઘવી અને સી આર પાટીલને જ કેમ ટાર્ગેટ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:58:20

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય જેમ નજીક આવી રહ્યો છે, તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોના વલણ પણ ચૂંટણીના મૂડમાં નજરે પડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે. 


શા માટે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી પર કર્યા પ્રહાર? 

હર્ષ સંઘવી પર પ્રહાર કરતા ગોપાલ ઈટાલિયાએ લખ્યું હતું કે, ઓગસ્ટ મહિનો આવી ગયો પરંતુ હર્ષ સંઘવીએ પોલીસ પરિવારને પેકેજ આપવા માટે હજુ પરિપત્ર કર્યો નથી. ગોપાલ ઈટાલિયાએ પ્રશ્ન કરતા ઉમેર્યું કે ઓગસ્ટ મહિનામાં પોલીસ પરિવારને પેકેજના વધારાનો મળશે કે નહીં? શું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવાર સાથે જ છેતરપિંડી નથી કરી રહ્યાને? આમ કરીને ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હર્ષ સંઘવીને પોલીસ જવાનોના પગાર પર કરેલો વાયદો યાદ અપાવ્યો હતો. થોડા સમય પહેલા પોલીસના ગ્રેડ પે પર અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું. જેના સમર્થનમાં અનેક પોલીસ પરિવારે અરવિંદ કેજરીવાલના નિવેદનને પોતાના સ્ટેટસ પર રાખ્યું હતું. પોલીસ પરિવારનો રોષ ઓછો કરવા માટે ગુજરાત સરકારે ઉતાવળે પોલીસ જવાનોના પગારમાં વધારો કરી દીધો હતો.  


કેમ ગોપાલ ઈટાલિયાના હર્ષ સંઘવી અને પાટીલ પર વધી રહ્યા છે પ્રહાર?

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. ભાજપના હર્ષ સંઘવી સુરતના મજુરા વિધાનસભાથી આવે છે. સીઆર પાટીલ પણ દક્ષિણ ગુજરાતમાં સારી પકડ ધરાવે છે.  ગોપાલ ઈટાલિયા અવાર-નવાર હર્ષ સંઘવી અને સીઆર પાટીલ વિશે વિવાદિત નિવેદન આપતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાનું ગઢ હોવાના કારણે ચૂંટણી દરમિયાન સુરતની રાજનીતિનો ગરમાવો વધુ રહેશે. દક્ષિણ વિસ્તારની રાજનીતિની વાત કરીએ તો ચૂંટણી દરમિયાન લોકોનું ધ્યાન આકર્ષવા નેતાઓ પોતાની નિવેદનબાજી વધુ આક્રામક બનાવશે.


કોણ છે ગોપાલ ઈટાલિયા અને શા માટે ઈટાલિયાનું છે મહત્વ?

ગોપાલ ઈટાલિયા ગુજરાત સરકારમાં ક્લાર્ક અને પોલીસ કોન્સ્ટેબલ પદે સેવા આપી ચૂક્યા છે પરંતુ તેઓ પાટીદાર અનામત આંદોલન સમયે વધુ ચમક્યા હતા. ત્યાર બાદથી તેમની લોકપ્રિયતા વધવા લાગી હતી. અનેક પાટીદાર આંદોલનના નેતા તે સમયે ચમક્યા હતા જેમાં દીનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપના નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાનાણીને પણ પાટીદાર અનામત આંદોલનમાં PAASના નેતાઓને ટેકો દર્શાવ્યો હતો. 


રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં વરાછા બેઠક શા માટે મહત્વની?

વરાછા વિધાનસભા ક્ષેત્ર પાટીદારોનો ગઢ સમાન છે. આંદોલનનો રોષ અને પાટીદાર ફેક્ટર બંને એકસાથે અસર કરવાથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વરાછા જીતવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુમાર કાનાણીનો પાટીદારોને સમર્થન રહ્યું હતું. ત્યારે કોંગ્રેસ, આપ અને ભાજપ ફરી કોની ઉમેદવારી આપશે તેના પર સૌ રાજકીય વિશેષકોની નજર રહેશે. 


PAASના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયાનું કોને રહેશે સમર્થન?

પાટીદાર અનામત આંદોલન નેતા અલ્પેશ કથીરિયાનો ટેકો પણ કોંગ્રેસ-ભાજપ-આપ માટે મહત્વનો છે. ત્યારે આ સમયે અલ્પેશ કથીરિયાનો ટેકો કોને રહેશે તે જોવાનું રહ્યું. જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ ચિત્ર સ્પષ્ટ દેખાતું જશે. પરંતુ અત્યારે અલ્પેશ કથીરિયા કોની સમક્ષ સમર્થન દર્સાવશે તે મામલે ધુમ્મસ છવાયેલી છે. 


ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ થોડા સમય જાહેર સભામાં પહેલા ચૂંટણીની તારીખો મામલે નિવેદન આપ્યું હતું કે, ચૂંટણી 2 મહિનાની અંદર જાહેર થવાની સંભાવના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ કમર કસી લીધી છે અને યુદ્ધના મેદાને ઉતરી ગયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?