કોઈ પણ શુભ પ્રસંગ હોય અથવા તો પૂજા હોય દરેકમાં શુભ કાર્યમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં છે કે કપૂર પ્રગટાવવાથી નકારાત્મકા ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.
વાતાવરણ થાય છે શુદ્ધ
દરેક પૂજા દરમિયાન કપૂરને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ હોમ હવન હોય કે પૂજા વિધી હોય કે કોઈ અનુષ્ઠાન હોય દરેક પૂજામાં કપૂર પ્રગટાવવામાં આવે છે. કપૂરને પ્રગટાવાથી ઘરમાં શાંતિ રહે છે તેમજ કપૂરના ધૂમાડાથી ઘરમાંથી નકારાત્મતા દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે કપૂર પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. કપૂર પ્રગટાવવાથી વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઉપરાંત એવું પણ માનવામાં કે આ પ્રયોગ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. ઉપરાંત કોઈ પૂજા અથવા તો આરતી કપૂર વગર પૂર્ણ નથી થતી.
કપૂર પ્રગટાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
આપણા ધર્મમાં કરવામાં આવતા પ્રયોગોમાં વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. ત્યારે કપૂરના પ્રયોગ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે કપૂરને પ્રગટાવીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધૂમાડો આપણા શરીર માટે સારો ગણવામાં આવે છે. આ પ્રયોગ કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.