અત્યારે દેશમાં જો કોઈ નામની સૌથી વધુ ચર્ચા હોય તો એ છે ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર). બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને તેના વિશે આપણે બધાએ વાતો તો સાંભળી છે પણ ગુજરાતના લોકો પણ હવે તે દરબારમાં જઈ શકશે કારણકે આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે.ત્યારે ગઈ કાલે એટલે 25 મે ના રોજ અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી ત્યાં હાજરી આપી હતી હજારો ભક્તો તેમને જોવા માટે રામકથા મેદાન પહોંચી ગયા હતા.
"બાબા બાગેશ્વર હનુમાનજીના રૂપ છે!"
અમે બાબા બાગેશ્વર સાથે વાત કરવા માટે ગયા ત્યારે બાબા તો ના મળ્યા પણ તેમના ઘણા ભક્તો મળ્યા. એક 14 વર્ષના છોકરા સાથે અમે જ્યારે વાત કરી ત્યારે તેણે એવી વાતો કરી કે અમે ચોંકી ગયા અમે તેને પૂછ્યું કે "તને કેમ બાબા બાગેશ્વર પર વિશ્વાસ છે?"તો તેણે જવાબ આપતા કહ્યું કે "હું એક બે મહિનાથી બાબાને જોવું છું મારા મમ્મીને પણ બાબા પર બહુ આશા છે તમે પણ જો બાબા બાગેશ્વરને જોશો તો ખબર પડશે કે તે હનુમાનના રૂપ છે તે હનુમાનજીની જેમ જ બધુ કરે છે અને એ જે બોલે છે તે સત્ય હોય છે" ત્યારે બીજા લોકો પણ સમર્થનમાં આવી ને જે શ્રી રામના નારા લગાવવા લાગ્યા!
હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે?
રાજસ્થાનથી આવેલ એક બેનએ પણ બાબાના સમર્થનમાં કહ્યું કે "એ ઢોંગી નથી બીજા લોકો તેમની ઈર્ષા કરે છે એટલે એવું બધુ બોલે છે""એ સાક્ષાત હનુમાનજીનો અવતાર છે તે જે પરચો કાઢે તે સાચો જ નિકળે છે અને તે સનાતન ધર્મ માટે જે કહી રહ્યા છે તે જરૂરી છે બેન તમે કેરલા સ્ટોરી જોઈ જ છે ને આપણી હિન્દુ છોકરીયો કેવું થાય છે?" અમારો માત્ર એક સવાલ હતો કે જો હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવામાં આવે તો દેશની તમામ તકલીફો દૂર થઈ જશે ત્યારે કોઈ પાસે જવાબ ના હતો.
બાબા બાગેશ્વર કેટલા દિવસ ગુજરાતમાં રહેશે?
અમદાવાદમાં આવેલા ભક્તો મોટા ભાગના લોકો UP બિહાર એન રાજસ્થાનથી હતા પણ ગુજરાતમાં જેટલા દરબાર થવાના ત્યાં લોકો અરજી લાગવવા જવા તૈયાર છે બાબાનો કાર્યક્રમ જોઈએ તો 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે.1 જૂન અને 2 જૂનના રોજ બે દિવસ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. રાજકોટના જાણીતા રેષકોર્સ ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર ભરાશે. રાજકોટમાં દોઢ લાખ લોકોની વીમો પણ લેવાયો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર જામશે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરાયું છે.