આપણા ઘરે જ્યારે પણ કોઈ શુભ કાર્ય અથવા તો પૂજા હોય તે દરમિયાન આપણે આપણા ઘરના આંગણામાં અથવા તો ઘરની બહાર તોરણ બાંધવામાં આવે છે. દરવાજા બહાર ફૂલનું તોરણ અથવા તો આસોપાલવ લગાડવામાં આવે છે. જેમ પીપળો, તુલસી, વડ, બિલિને શુભ અને પવિત્ર માનવામાં આવે તે આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર તોરણ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી.
ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય છે અથવા કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય તે સમય દરમિયાન ઘરના આંગણામાં આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. આંબાના પાન ઘરના મુખ્ય દરવાજા પર લગાવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં આવતી નકારાત્મકતા દૂર રહે છે. ઉપરાંત આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. માતા લક્ષ્મીની અને ભગવાન નારાયણની કૃપા મળે છે.આસોપાલવના પાનને પૂજા દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં પણ વિશેષ સ્થાન મળેલું છે. પૂજામાં આવતી પુણ્યાવાચનમાં વિધીમાં કળશમાં આસોપાલવને મૂકવામાં આવે છે.
તોરણ બાંધવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે આસોપાલવ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે અનેક લોકો ઘરમાં હોય છે. તે દરમિયાન ઓક્સિજનની કમી ન થાય અને ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે ઘરના આંગણાની બહાર તોરણ લગાવામાં આવે છે.