AAPના યુવરાજસિંહ કેમ ચૂંટણી નથી લડવાના?


  • Published By :
  • Published Date : 2022-11-08 20:10:24


ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે AAP એક બાદ એક ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ત્યારે રોજ એક નવો વણાંક પણ આવતો દેખાઈ રહ્યો છે .આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેઓ દહેગામથી ચૂંટણી લડવાના હતા તેઓ હવે ચૂંટણી નહી લડે તેની જગ્યાએ સુહાગભાઈ પંચાલ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હું ચૂંટણી લડવાનો નથી. ગુજરાતની ચૂંટણીમાં મને પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે મુકવામા આવ્યો છે. 10 જેટલી વિધાનસભા બેઠક પર મને જવાબદારી સોંપાઈ છે.


યુવરાજ સિંહએ જમાવટ સાથે વાત કરતાં કહ્યું કે પેહલા ચૂંટણી લડવાનો જે નિર્ણય હતો તે ઉતાવળે લેવાય ગયો હતો અને હવે મને અલગ અલગ વિસ્તારોની ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે 


આજે ઉમેદવારોની લિસ્ટ થઈ જાહેર !!

આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. જેમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે દહેગામ થી યુવરાજસિંહ જાડેજાની જગ્યાએ સુહાગ પંચાલનું નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે 7 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. ત્યારે વધુ 7 સાથે 158 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે.


અંજાર - અર્જુન રબારી


ચાણસ્મા - વિષ્ણુભાઈ પટેલ


દહેગામ - સુહાગ પંચાલ


લીમડી - મયુર સાકરીયા


ફતેપુરા - ગોવિંદ પરમાર


સયાજીગંજ - સ્વેજલ વ્યાસ


ઝઘડિયા - ઊર્મિલા ભગત



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?