Chhe ne Jordar Vaat | તમ્બાકુ ખાધા પછી સીધું ટોયલેટ કેમ જવું પડે છે? સિગારેટ પીધા પછી શરીરમાં શું બદલાવો થાય છે?


  • Published By :
  • Published Date : 2023-06-08 22:14:58

Chhe ne Jordar Vaat by Samir Parmar


હમણા મુંબઈનો એક મિત્ર મને મળ્યો. સવાર-સવારમાં એ ધ્રુજવા લાગ્યો, તો મેં પૂછ્યું શું થયું? તો કહેવા લાગ્યો કે મારે ટોયલેટ થવા જવું છે પણ સિગરેટ વગર મને પ્રેશર નહીં આવે. શું તમને પણ આવું થાય છે? આવું શું કામે થાય છે? આવું ન થાય તેના માટે શું કરવું જોઈએ? શું માત્ર સિગરેટથી જ આવું થાય છે કે ગુટખા, બીડી વગેરેથી પણ આવું થાય છે? ચાલો જાણીએ. આ જાણીને તમે પણ કહેશો છે ને જોરદાર વાત!


સિગારેટ ન પીવે ત્યાં સુધી નથી આવતું પ્રેશર?


લોકોને અલગ-અલગ શોખ હોય છે. અમુકને અમુકને સોનાનો શોખ હોય છે, અમુકને સૂવાનો શોખ હોય છે, અમૂકને વાંચવાનો શોખ હોય છે તો અમુકને બીજા કોઈ પ્રકારના શોખ હોય છે. પણ અમુકને નવાબી શોખ પણ હોય છે! અમુક લોકો એવી ખાસ આદતો હોય છે કે તમને સાંભળીને જ એવું થાય કે આવા કેવા શોખ? જી હાં! અમુક લોકોને ટોયલેટ જતા પહેલા સિગરેટ પિવાના કે બીડી પીવાના કે તમ્બાકુ ખાવાના શોખ હોય છે. જો એ લોકો આવું નથી કરતા તો તેમને એના વગર પ્રેશર નથી આવતું. તે લોકો તમ્બાકુ, ગુટખા, ખૈની વગર ફ્રેશ નથી થઈ શકતા. જો કે ખાલી તમ્બાકુ જ નહીં અમુક લોકોને તો એવા શોખ હોય છે કે તે ચા ન પીવે ત્યાં સુધી ત્યાં સુધી તે પેટ સાફ નથી કરી શકતા. 


સિગારેટ પીધા પછી શરીરમાં શું બદલાવો થાય છે?


આવું થાય છે તેનું કારણ છે. કારણ સમજવા પહેલા એ સમજી લઈએ કે સિગરેટ પીધા પછી શરીરમાં થાય છે શું. એ સમજ્યા પછી જવાબ મળી જશે કે અમુક લોકોને આવી આદત કેમ પડી જાય છે. સિગરેટ પીધાના વીસ મિનિટ પછી તે વ્યક્તિના લોહીના દબાણમાં ફેરફાર આવે છે. બ્લડ પ્રેશર વધવાનું કારણ નિકોટીન હોય છે જે તમ્બાકુનું તત્વ હોય છે. નિકોટીન લોહીના દબાણને સામાન્ય ગતિથી વધારી દે છે. ટૂંકમાં તમ્બાકુના સેવનથી બ્લડ પ્રેશર 10થી 15 ગણું વધી જાય છે. જોકે અમુક ચોક્કસ સમય પછી બ્લડપ્રેશર નોર્મલ પણ થઈ જાય છે. સિગરેટ પીધાના વીસ મીનીટની અંદર હ્રદયના ધબકારા વધી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે એવું નથી કે જે સિગરેટ પીવે છે તેના જ હ્રદયના ધબકારા વધે છે. જે નથી પીતા અને સિગરેટ પીનારની બાજુમાં હોય છે તેના પણ ધબકારા વધી જાય છે. હાથ અને પગના તળિયા પણ ઠંડા થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ત્યાં સુધી લોહી સરળતાથી પહોંચી નથી શકતું. લોહી એટલા માટે નથી પહોંચી શકતું કારણ કે તેમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય છે. આ સિવાય નિકોટીનથી મળદ્વાર પણ ઉત્તેજીત થઈ જાય છે. જેના કારણે લોકોને તરત જ ટોઈલેટ લાગી જાય છે. આ વસ્તુથી છૂટકારો મેળવવો હોય તો ડોક્ટરે કહેલી આ વાત તમારે માનવી પડશે 


સિગારેટ પીધા પછી કે તમ્બાકુ ખાધા સિવાય પ્રેશર ન બને તો આવું કરો


સૌથી પહેલા તો તમારે ઘણું બધુ પાણી પીવું પડશે. 2-3 ગ્લાસ પાણી પીધા પછી 5 મિનિટ હલન ચલન કરવાનું જેનાથી જલ્દીથી પ્રેશર બને છે. તો સિગરેટ વગર પણ તમે સારી રીતે પેટ સાફ કરી શકશો. જો આનાથી કામ ના બને તો ચા અથવા કોફી પીવો. કૈફીન પણ તમ્બાકુની જેમ મળદ્વારને ઉત્તેજીત કરે છે. જેના કારણે પણ પ્રેશર આવે છે અને તમે ટોઈલેટ જઈ શકો છો. જો તો પણ કામ ન ચાલે તો ઉંડા શ્વાસ લો અને 10-15 મિનિટ ચાલવાનું શરૂ રાખો. તેનાથી તમારા મગજને ઓક્સિજન મળશે. તેનાથી માંસપેશીઓ અને તંત્રિકાઓમાં તણાવ ઓછો થશે અને શરીર શાંત થશે. 


અમેં પૂછ્યું સિગરેટ પીવાના કોઈ ફાયદા છે? તો ડોક્ટર હસવા લાગ્યા


અંતે તો અમે એ જ કહેવા માગીએ છીએ કે સીગરેટ પીવી ના પીવી બધુ તમરા હાથમાં છે તમે સ્વતંત્ર છો પણ સિગરેટ પીવી ન જોઈએ. તેનાથી ભયાનક રોગ થાય છે. સિગરેટ પિવાના અમે ડોક્ટરને ફાયદા પૂછ્યા તો તેણે હસીને અમને કહ્યું કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ જ શોધી રહ્યા છે કે સિગરેટ પીવાના ફાયદા શું છે. એમનો કહેવાનો અર્થ હતો કે સિગરેટ પિવાના નુકસાન ઘણા છે પણ ફાયદા એક પણ નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?