શા માટે રાજ્યના મુખ્યમંત્રી રથના પ્રસ્થાન પહેલા કરે છે પહિંદ વિધી? જાણો શું છે તેનું મહત્વ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-20 10:00:41

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી. સામાન્ય વ્યક્તિની જેમ નગરનો રાજા રથની આસપાસની જગ્યાની સાફ સફાઈ કરે જે રસ્તેથી રથ પસાર થવાનો હોય તે રસ્તાને શુદ્ધ કરવાની વિધીને પહિંદ વિધી કહેવામાં આવે છે. પહેલાના સમયમાં આ હક રાજાને મળતો હતો પરંતુ હવે આ હક્ક રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવે છે કારણ કે તેમને રાજ્યના રાજા માનવામાં આવે છે. 


સોનાની સાવરણીથી રસ્તો કરાય છે સાફ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્તાન થઈ ચૂક્યું છે. પોતાના રથ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપવા ભગવાન નગરયાત્રાએ નીકળ્યા છે. બહેન સુભદ્રા પોતાના બે ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. સીએમ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી અને તે બાદ રથયાત્રાનો પ્રારંભ થયો. લોકવાયકા અનુસાર સામાન્ય માણસની જેમ રથયાત્રાના પ્રારંભ પહેલા રાજા સોનાની સાવરણીથી ભગવાન માટે રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. 


રથયાત્રાના પ્રસ્તાન વખતે મુખ્યમંત્રી પણ ખેંચે છે દોરડું

પહેલાના સમયમાં રાજા પહિંદ વિધી કરતા હતા પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી આ વિધી કરે છે. રાજ્યના મુખ્યમંત્રી ખલાસીઓ સાથે રથનું દોરડું ખેંચે છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. સાફો પહેરી રાજ્યના વડા હોવાને નાતે મુખ્યમંત્રી પહિંદ વિધી કરે છે. મહત્વનું છે અમદાવાદમાં 1990થી પહિંદ વિધી થયા છે. સૌથી વધારે પહિંદ વિધી કરનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. તે સિવાય કેશુભાઈ પટેલ,શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તેમજ ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરવાનો લ્હાવો લીધો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?