હિંદુ ધર્મમાં ભગવાન સૂર્યનારાયણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં સૂર્ય ભગવાનને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અલગ અલગ નામોથી ભગવાન સૂર્યનારાયણને વર્ણવામાં આવ્યા છે. ભગવાન સૂર્યને રવિ, ભાસ્કર, ખગાય તરીકે પણ સંબોધવામાં આવે છે. શાસ્ત્રોમાં રવિ ભગવાન વિશે ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. આપણે જ્યારે પણ ભગવાન સૂર્યનારાયણના ફોટાને અથવા તો મૂર્તિને જોઈએ તો આપણને ભગવાન સૂર્યનારાયણને સાત રથ પર સવાર જોવા મળે છે. ભગવાન સૂર્યના સાત ઘોડા વિશે વાત કરીઓ તો શાસ્ત્રોમાં સાતેય ઘોડાના નામોનો ઉલ્લેખ મળી આવે છે.
શું છે સૂર્યનારાયણના સાત ઘોડાના નામ
સાત ઘોડાના નામની વાત કરીઓ તો આ પ્રમાણે છે – ગાયત્રી, ભારતી, ઉસ્નિક, જગતિ, ત્રિસ્તપ, અનુસ્તપ અને પંક્તિ છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સૂર્યના સાત ઘોડા અઠવાડિયાના સાત દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. સાત ઘોડાને મેઘધનુષના સાત રંગો સાથે પણ જોડવામાં આવે છે. સૂર્યના કિરણોમાં સાત પ્રકારના પ્રકાશ જોવા મળે છે. સાત ઘોડાથી નિકળતા રંગોનો પણ આપણા જીવનમાં વિશેષ મહત્વન ધરાવે છે. આ ઘોડાનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 7 ઘોડા વિશાળ અને મજબૂત છે. આ ઘોડાની લગામ અરૂણ દેવે પોતાના હાથમાં રાખી છે. અરૂણ દેવ સૂર્યદેવનો રથ ચલાવે છે.
એક પૈયાના રથ પર સવારી કરે છે ભગવાન સૂર્યનારાયણ!
આપણને દેખાતી મૂર્તિમાં ભગવાન સૂર્યનારાયણના રથને બે પૈડા બતાવામાં આવ્યા છે. પરંતુ શાસ્ત્રાના મત અનુસાર ભગવાન સૂર્યનારાયણ એક પૈડાવાળા રથ પર સવારી કરે છે. આ એક પૈડાને એક વર્ષનું પ્રતિક માનવામાં આવે છે. પૈડામાં 12 ચક્રો છે જે વર્ષના મહિનાઓને દર્શાવે છે. અનેક લોકો પોતાના ઘરમાં સાત ઘોડાની તસ્વીર રાખતા હોય છે. અને એવું માને છે કે આ ફોટો રાખવાથી વ્યક્તિમાં હિંમત, ધીરજ, પ્રેમ, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં માણસની પ્રગતિ થાય છે.