Chhe ne Jordar Vaatમાં સમજો આ કારણથી વાદળ ઘેરાય ત્યારે જૂનો દુખાવો ફરી શરૂ થઈ જાય છે


  • Published By :
  • Published Date : 2023-05-30 15:18:02

Chhe ne Jordar Vaat 

Samir Parmar


તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જ્યારે વાદળ ઘેરાય ત્યારે એક સમસ્યા જોવા મળે છે. લોકો કહેવા લાગે છે કે મને દુખાવો થઈ રહ્યો છે. કોઈને પગ દુખે છે, કોઈને એલર્જી થવા લાગે છે, હાથ-પગ દુખવા લાગે છે, કોઈને સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે, કોઈને લાગેલી જગ્યા પર દુખવા લાગે છે. આ વાત એ સમયની થઈ રહી છે જ્યારે વરસાદ આવ્યો હોતો નથી અને આકાશ વાદળથી ઘેરાય જાય છે.


તમને આવું કંઈ થયું છે કે કેમ? ચાલો આજે જાણીએ આવું શા માટે થાય છે? 

For California, El Niño's Dark Clouds Could Mean Rain but Also Trouble -  The New York Times

તમે જો જૂની લડાઈની કોઈ ફિલ્મ જુઓ તો સાંભળ્યું હશે કે વરસાદ થાય તેના પહેલા યુદ્ધ કરવાની ના પાડી દેવાય છે. આ ના એટલા માટે પાડી દેવામાં આવતી હતી કારણ કે જેમને દુખાવો હોય તેમને વાદળ ઘેરાય તો દુખાવો વધી જાય છે. આપણે ત્યાં ટીટોળી ઈંડા મૂકે તેના પરથી વરસાદનો અંદાજો લગાવી લેવાય છે કે જો ચારથી વધુ ઈંડા મૂકે તો સારો વરસાદ થશે અને સમયસર વરસાદ થશે, જો ઊંચાઈ પર મૂકે તો ધોધમાર વરસાદ થાય છે, વૈશાખમાં ઈંડા મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય છે એવું બધું સાંભળ્યું છે પણ એવું નહીં સાંભળ્યું હોય કે હાથ પગના દુખાવાથી અંદાજો લગાવી લેવાતો હતો કે વરસાદ થવાનો છે. પહેલા એવું થતું કે જો હાથ પગ દુખે તો વરસાદ આવશે તેવું માની લેવાતું હતું. પણ હવામાં તો કોઈ વાત મનાય નહીં કારણ કે આ દુનિયામાં વિજ્ઞાન પણ છે. જે બધી ઘટનાઓ પર વાત કરીએ તો વરસાદ આવતા પહેલા વાતાવરણમાં ભેજ આવવા લાગે છે. જેના કારણે સ્નાયુઓ અકળાઈ જાય છે. સામાન્ય માણસને આ પ્રકારની ઘટનાથી કંઈ ફેર નથી પડતો પણ જેને જૂની બીમારીઓ હોય છે તેને આવું થાય છે. બીજી વસ્તુ કામ કરે છે તે છે ચુંબકીય ઘટના. વાદળા પોતાની અંદર પાણીને ભરી રાખે છે. વાતાવરણમાં આ ઘટનાના કારણે મેગનેટિક ઈફેક્ટ થાય છે. તો તેના કારણે ખેંચાણ થાય છે. તો તેની અસર માણસના શરીરમાં પણ થાય છે. જેને સમસ્યા હોય તેને અહીં અસર થાય છે. તેમના શરીરના પ્રવાહી પદાર્થો વહેવાનું શરૂ કરી દે છે. ટૂંકમાં બેરોમેટ્રિક દબાવ, તાપમાન, ભેજ આ બધી ઘટના પાછળ જવાબદાર છે. આ બધી  ઘટનાઓના કારણે શરીરમાં દુખાવો અને ગેસ બનવાનું શરૂ થઈ જાય છે. 

Rain-bearing clouds thinning over India

જો તમને સાંધાનો દુખાવો હોય અને વાદળ આવતા સમયે દુખાવોથવા લાગે તો દહીં, મિઠાઈ, ચાવલ, અચાર, ટમેટા, કેચપ, રિંગણા, ખાટા ઠંડા પીણા વગેરે ન ખાવા જોઈએ. તો આ બધુ ન ખાવાય તો ખવાય શું? ચાલો તેની પણ વાત કરી લઈએ. આદુ, મધનું પાણી લેવાથી સોજા કે દુખાવો ઓછો થાય છે. આદુને ખાંડી પાણીમાં ભેળવો તેને ગરમ કરો પછી મધ નાખો અને પછી થોડું હલકું ગરમ કરો અને પી જાવ જેનાથી ફરક પડે છે. લસણ પણ ખાઈ શકાય કારણ કે તે એન્ટી ઈન્ફ્લેમેટરી હોય છે. હળદળવાળું દૂધ પણ પી શકાય. આવું કરવાથી માંસપેશીમાં રાહત રહે છે. 










હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.