ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, હમણા તો પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. રાજકીય પક્ષો પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતમાં મતદાન કરવા પ્રચાર કરી રહ્યું છે. જે પત્રના મારફતે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે વાયરલ થઈ રહ્યું છે.
હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ મેં રાજ કરેગા- VHP
આ પત્રકની અંદર લખવામાં આવ્યું છે કે, "આઓ સૌ મળીને હિન્દુ હિતમાં મતદાન કરીએ." આક્રાંતાઓના ઈતિહાસથી આ પત્રની શરૂઆત થાય છે ત્યાર બાદ આજની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. અત્યારના કેન્દ્ર સરકારના કામોની આ પત્રની અંદર વાતો કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું કે "હિન્દુ વિરોધી એક થયા હોય ત્યારે હિન્દુઓ આપણી સામૂહિક જવાબદારી પણ બતાવવી પડશે."
ઈતિહાસમાં ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જે ઘટનાઓ થઈ તેનાથી સૌ પરિચિત છે. વિશ્વ હિન્દુ તે ઘટનાઓના ડર બનાવી તેના જોરે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે હિન્દુઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં પાયાની જરૂરીયાતો અતિ આવશ્યક હોય છે. લોકોમાં શિક્ષણ આવતા તેઓ પોતાના અધિકાર અને જરૂર વિશે સમજવા લાગ્યા છે. માણસ પાસેથી ભય નામના વિકારથી ગમે તે કરાવી શકાય છે, અત્યારે આ પત્રક મારફતે તેવું કરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી આવે ત્યારે ધર્મના નામે ઘણી વસ્તુઓ થાય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મના નામે આ પત્ર મારફતે જે પ્રચાર કરી રહ્યા છે તેનાથી કેટલા લોકો તેમના તરફ વળશે કે કેટલા લોકો પાયાની જરૂરિયાતો જોઈ તરફ વળશે તે જોવાનું રહેશે.