ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ થઈ ગયા છે . ગુજરાતભરમાંથી TAT પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ કરવામાં આવવી રહ્યો છે, તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે.
કયા કારણોથી ઉમેદવારોને આંદોલન કરવું પડ્યું?
ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ પાસે 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. TAT પાસ ઉમેદવારોને વેલેડિટી પ્રમાણે બાકી રહેલું એક વર્ષ આપવા રજૂઆત કરી છે. ઉમેદવારોને વધુ એક ભરતીમાં તક આપવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 2018-19ના TAT પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને સ્વર્ણિમ સંકૂલ ખાતે વિરોધ કરી રહ્યા છે. આજે ઉમેદવારો દ્વારા ઉગ્ર નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે
"ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?"
ત્યાં આવેલા ઉમેદવારો પૈકી એક ઉમેદવારે કહ્યું કે " અમે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે એકવાર અમારી TAT પાસની ધોરણ 9થી 12 સુધીની ભરતી બહાર પાડો અને અમને એકવાર ચાન્સ આપો. અમે છેલ્લા દોઢ વર્ષથી ભરતીની રજૂઆત કરી રહ્યા છીએ. જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા, ત્યારે અમે ઘણીવાર રજૂઆત કરી હતી કે ધોરણ 9થી 12ની ભરતી બહાર પાડો. જે બાદ જીતુ વાઘાણીએ અમને આશ્વાસન આપ્યું હતું કે જૂન મહિનામાં તમારી ભરતી અમે બહાર પાડશું.પણ એ બધી વાતો હતી હજુ ભરતી કરી નથી અમે ઓછામાં ઓછા 52 વખત અરજીઓ કરી છે પણ કઈ જવાબ નથી અત્યારે શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે છે તો અમારી કેમ નઇ ગુજરાત સરકાર કહે છે કે ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?
અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે!
ઉમેદવારોએ કહ્યું કે" અમે અનેક વાર રજૂઆત કરી અમને જવાબ નથી મળતો અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે અમારે બાળકને ભણાવવાનું છે. છતાં પણ અમારે અમારા હક માટે આવું કરવું પડી રહ્યું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને એક ચાન્સ આપો.