મણિનગરની ઘટનામાં પોલીસે કેમ કાયદો હાથમાં લીધો? આવી કાર્યવાહી બૂટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 17:16:39

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની ચર્ચા કરવામાં આવી રહી છે. તથ્ય પટેલને લઈ લોકોમાં રોષ છે. ઈસ્કોન ખાતે અકસ્માત સર્જાયો હતો તેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ હતી. આ કેસ હજી સુધી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે મણિનગરમાં અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. આ અકસ્માત સર્જાયા બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ હતી. માત્ર થોડા કલાકોની અંદર પોલીસે નબીરાઓની અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે પોલીસે જાહેરમાં તેમની સરભરા કરી. 

પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થાને જાળવવાનું  

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢમાં પોલીસ દ્વારા કરાયેલી એક્શન વિરૂદ્ધ લાલઆંખ કરી હતી. થોડા સમય પહેલા જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તે દરમિયાન પોલીસે અનેક લોકોને જાહેરમાં ફટકાર્યા હતા. આ ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટે 32 પોલીસકર્મીઓને નોટિસ પાઠવી હતી. આ કેસ હજી સુધી શાંત નથી થયો ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. મણિનગરમાં અકસ્માત સર્જનાર વ્યક્તિો પર જાહેરમાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે. ત્યાં હાજર લોકોને તે જોઈને મજા પણ આવી હશે. પરંતુ શું પોલીસનું કામ સજા ફટકારવાનું છે? 

પોલીસ બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરતી કાર્યવાહી?

પોલીસ જ્યારે ન્યાય કરવા પર ઉતરી આવે ત્યારે? પોલીસનું કામ સજા આપવાનું નથી પરંતુ આરોપીને પકડી, કોર્ટ સમક્ષ પૂરાવા સાથે રજૂ કરવાનું છે. આરોપી સાથે શું થવું જોઈએ, આરોપીને શું સજા મળવી જોઈએ તે કોર્ટ નક્કી કરશે, પોલીસ નહી. પોલીસ દ્વારા આ લેવાયેલા પગલા વિશે એટલું જ કહેવું છે કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી? અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પોલીસને પણ જાણ હોતી હોય છે, જાણ તો ઠીક પરંતુ પોલીસ સ્ટેશનની નજીક જ દારૂ વેચાતો હોય છે. ત્યારે શા માટે આવી કાર્યવાહી કરવામાં નથી આવતી? આવા પગલા બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી ઉઠાવામાં આવતા?      


જો કાયદાનું પાલન કરાવનાર જ કાયદાને હાથમાં લેશે તો? 

કાયદાને હાથમાં લેવાનો હક કોઈને પણ નથી. આપણે ત્યાં દરેક વસ્તુ સિસ્ટમથી ચાલે છે. પોલીસનું કામ છે જો કોઈ આરોપી પકડાય છે તો તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા, આરોપીને સજા કરવા માટે જરૂરી પૂરાવા કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવા.. જેમનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે તે જ કાયદાને હાથમાં લેશે તો કાયદાનું પાલન કોણ કરાવશે? પોલીસ વાળા જ જો કાયદાનું ઉલ્લંઘન કરતા રહેશે તો કાયદો કોઈ દિવસ સુરક્ષિત નહીં હોય. આરોપીને સજા થાય તે ખૂબ જરૂરી છે પરંતુ આવી રીતે ક્યારેય નહી. પોલીસ કાયદો હાથમાં ન લઈ શકે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?