IPl આપણાં દેશમાં બધા તહેવારથી મોટો તહેવાર મનાય છે IPLની આજે એટલે 25 મે ના રોજ ક્વોલિફાયર-2ની મેચ છે જેમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇંડિયન આમનેસામને હશે. અમે જ્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લોકો સાથે વાત કરવા માટે પહોંચ્યા ત્યારે લોકોનો ચહેરા પરનો ઉત્સાહ જ કઈક અલગ જ હતો. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે. એને લઈને ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
IPLની મેચ માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ!
અમે જ્યારે સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે લોકો અલગ અલગ રાજ્યોથી અમદાવાદ આવી ગયા હતા લગભગ 7 વાગ્યાની મેચ માટે લોકો બપોરે 1 વાગે આવીને સ્ટેડિયમ બહાર બેઠા હતા અમે લોકો સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ જાણવાની કોશિશ કરી ત્યારે ચારેય બાજુથી લોકો ભેગા થઈ ગયા કોઈ કહે અમે ગુજરાત ટાઈટન્સના ફેન છીએ કોઈ કહે અમે અમે મુંબઈ ઇંડિયનના ફેન છીએ તો કોઈતો આ આખી ચર્ચા વચ્ચે નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણીને લઈ આવ્યા હજુ તો ગુજરાત ટાઈટન્સ જીત્યું નથી ત્યાં લોકોએ તેને ટ્રોફી અપાય દીધી.
" દેશમાં મોદી અને મેચમાં તો ખાલી ધોની જ ચાલે"
એટલે આ બધા લોકો સાથે વાત કરતાં એ તો ખ્યાલ આવ્યો કે આ દેશના લોકો માટે ક્રિકેટ એટલું જ મહત્વ છે જેટલું પાણી કારણે 43 ડિગ્રી તાપમાનમાં પણ આ લોકો પરશેવે રેપઝેબ થઈ એક બીજા સાથે ઝઘડી રહ્યા હતા. એક ભાઈએ કહ્યું" મુંબઈ ઇંડિયનતો બાપ છે બધાનો" ત્યારે બીજો અવાજ આવ્યો કે "જલેબી ફાફડા હાર્દિક ભાઈ આપણા" ત્યાં ત્રીજા ભાઈ બોલ્યા " દેશમાં મોદી અને મેચમાં તો ખાલી ધોની જ ચાલે" હવે સવાલ એ છે કે મેચ જોવા આવ્યા છે આ લોકો કે ઇલેક્શનનો પ્રાચાર કરવા માટે આખી વાતમાં એક ભાઈ કહે છે "જો ગુજરાત જીતશે તો મોદી સાહેબને કારણે" ને "મુંબઈ જીતશેતો મુકેશ અંબાણીને કારણે" હજુ અમને સમજ નથી આવ્યું કે મેચ જોવા આવેલા લોકો ત્યાં કેમ પોલિટીક્સની વાતો કરે છે
IPLની ટિકિટ માટે લોકો ધક્કામુક્કી પર આવી ગયા!
હજુ આ તો ક્વોલિફાયર-2ની ઝલક હતી IPL ફાઇનલતો બાકી જ છે ત્યાં લોકોના કેવા તેવર હશે? IPL 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મી મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમવાની છે. ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, આજે સવારે પણ ટિકિટ લેવા માટે લોકોની ભીડ સ્ટેડિયમની બહાર જોવા મળી હતી, પરંતુ મેચની તમામ ટિકિટો વેચાઈ જતાં લોકો નિરાશ થઈ પાછા ફર્યા હતા. જે લોકોએ આજની મેચની ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે તેમને સ્ટેડિયમમાંથી ટિકિટ આપવામાં આવી રહી છે. સ્ટેડિયમની બહાર ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં પડાપડી થઈ હતી. ટિકિટ લેવા માટે લોકોની ભીડ એટલી હતી કે આખી અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી, એને કારણે કેટલાક લોકો નીચે પણ પડી ગયા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.અને તે વિડિયોની હકીકત જોવા અમે સ્ટેડિયમ પહોંચ્યા હતા પણ ત્યાં અમને ક્રિકેટ ફેન માંડ્યા અને પછી તે લોકોએ જે વાતોની બેટિંગ કરી છે જોરદાર બોસ!