કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે હાર્ટ એટેકને કારણે, યુવાનોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. નાની ઉંમરના લોકોને કાળ ભરખી રહ્યો છે. ત્યારે આજે બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોવાનું અનુમાન છે. આજે કિસ્સા સુરત અને ભાવનગરથી સામે આવ્યા છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘટના બની છે. ભાવનગરમાં વકીલનું મોત હાર્ટ એટેકને કારણે થયા હોવાની આશંકા છે.
શા માટે આવે છે હાર્ટ એટેક?
યુવાનો પર હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકનો ભોગ નાની ઉંમરના યુવાનો બની રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે તેવું લાગે છે. રાજ્યમાં સરેરાશ 8 જેટલા લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. હાર્ટ એટેક માટે પહેલા માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ આ થાય છે. પરંતુ કોરોના બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ. યુવાનો, નાના બાળકોના જીવ પર હૃદય હુમલાને કારણે જોખમ વધી ગયું છે. હાર્ટ એટેક કોઈ મર્યાદા સુધી મર્યાદિત નથી.
હાર્ટ એટેક આવવાના લક્ષણો શું?
હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે મનુષ્યના હૃદય સુધી ઓક્જિસન નથી પહોંચતું ત્યારે હાર્ટ એટેક આવે છે. નળીમાં બ્લોકેજ હોય ત્યારે સામાન્ય રીતે હૃદય સુધી લોહી નથી પહોંચતું. હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ખૂબ જ પરસેવો આવવો, છાતીમાં સતત દુખાવો થવો, બેચેની લાગવી હોય છે. હાર્ટ એટેક આવવા પાછળના કારણની વાત કરીએ તો વધારે પડતું સ્ટ્રેસ લેવું, પૂરતી ઉંઘ ન લેવી, વધારે પડતી કસરત કરવી જેવી અનેક વસ્તુઓને કારણે હાર્ટ એટેકનો ખતરો વધતો રહે છે.
શા માટે વધી રહ્યા છે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા?
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. વાત સાચી પણ છે. હાર્ટ એટેકનો ખતરો એટલા માટે વધી જાય છે કારણ કે કોરોના સંક્રમણની અસર વ્યક્તિના દિલ પર પડી છે. અનેક વ્યક્તિઓના ઉદાહરણો આપણી સામે હશે જે કોરોના બાદ જલ્દી થાકી જતા હશે, રોગ જલ્દી પકડાઈ જતો હશે વગેરે વગેરે.. ત્યારે કોરોનાના કારણે નળીમાં લોહી ગંઠાઈ જાય છે જેને કારણે બ્લોકેજ થાય છે.