સુમુલ ડેરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. વહીવટમાં ગેરરીતી આચરી હોવાને કારણે સુમુલ ડેરીએ ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. ત્રણ ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટર કરી દેવાતા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ત્રણ અધિકારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે તેમજ દૂધને બારોબાર સગેવગે કરવાના આક્ષેપોને પગલે ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
દૂધની ચોરી કરાતું હોવાની આશંકા
ડેરીમાં થતો ભ્રષ્ટાચાર ધીરે ધીરે સામે આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી પણ ચર્ચામાં આવી છે. સુમુલ ડેરીએ પોતાના ત્રણ ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. કયા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ડેરીમાં દૂધની ચોરી થઈ રહી હતી. ત્રણેય અધિકારીઓ દ્વારા ગેરરીતી અપનાવામાં આવી રહી હતી. જેને લઈ અધિકારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.