પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શા માટે કરી પાકિસ્તાન માટે પ્રાર્થના?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 12:04:18



પાકિસ્તાન એક તો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ચોમાસાએ પાકિસ્તાનની પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે. 2010 બાદ ફરીવાર પાકિસ્તાનમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતા જાનમાલને ભારે નુકસાન સર્જાયું છે. ત્યારે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં હજારો લોકોના મોત થયા છે અને કરોડો લોકો ઘરવિહોણા થયા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાન માટે પ્રાર્થના કરી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન માટે શું કરી પ્રાર્થના? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે, "પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની  આશા રાખીએ છીએ." 


શા માટે પાકિસ્તાનમાં થયું જાનમાલને મોટી સંખ્યામાં નુકસાન?

દક્ષિણ પશ્ચિમી ચોમાસાના કારણે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ એજ પવનો છે જે ભારતમાં ચોમાસુ લાવે છે. જુન મહિનાના સમયમાં પશ્ચિમના પવનો અરબ સાગરથી ભારત તરફ વહે છે. સૌથી પહેલા કેરલમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યાર બાદ ચોમાસુ ઉપર બાજુ પહોંચતું થાય છે. વાયવ્યના (ગુજરાતથી પાકિસ્તાન બાજુની દિશા) પવનના કારણે છેલ્લે ગુજરાત બાદ ચોમાસુ પાકિસ્તાન તરફ પહોંચે છે. ટૂંકમાં સમજીએ તો ભારત પછી પાકિસ્તાનમાં ચોમાસાનું આગમન થાય છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં પાકિસ્તાનમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં સરેરાશ 113 MM એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ થાય છે. પરંતુ આ ચોમાસામાં 354 MM એટલે કે 13 ઈંચથી વધુ વરસાદ પડતા પૂરની પરિસ્થિતિનું નુકસાન થયું હતું. ટૂંકમાં સમજીએ તો પાકિસ્તાનમાં આ વર્ષે સરેરાશથી ત્રણ ગણાથી વધુ વરસાદ પડતા ભયાનક પરિસ્થિતનું નિર્માણ થયું હતું.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?