કેમ નેહા કક્કર એ આવું કહ્યું ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:06:15

બોલિવૂડમાં છેલ્લા કેટલાક દિવસથી સિંગર નેહા કક્કારનું નવું સોંગ સજના... ચર્ચામાં છે. 19 સપ્ટેમ્બરે રીલીઝ થયેલું ગીત 'મૈંને પાયલ હૈ ખનકાઈ...' ગીતનું ઓફિશિયલ રિમિક્સ છે.1999માં રિલીઝ થયેલા ઓરિજિનલ ગીતમાં ફાલ્ગુનીનો અવાજ હતો.  હવે નેહાએ ગીતને રિમિક્સ કરતાં ફાલ્ગુની પાઠકે રિએક્શન આપ્યું છે.

 

ફાલ્ગુની પાઠકએ શું કહ્યું ?

 

ગીત લોન્ચ થયા બાદ કહ્યું  હું મારા તમામ ચાહકોનો આભાર માનું છું, જેમણે અત્યારસુધી મારું ઓરિજિનલ ગીત પસંદ કર્યું છે. ગીતમાં સાદગી હતી. મેં હજી સુધી નેહા કક્કરના ગીત ' સજના...'નો વીડિયો જોયો નથી. સમયમાં બનાવવામાં આવેલાં ગીતો, વીડિયો, ગીતો અને સંગીતમાં સાદગી હતી. બાબત ખૂબ મહત્ત્વની છે. કદાચ વસ્તુ છે, જે લોકો બહુ યાદ કરી રહ્યા છે. આજકાલ ગીતોનાં રિમિક્સ કરવામાં આવી રહ્યાં છે, એમાંનાં કેટલાંક ખૂબ સારાં છે, પરંતુ લોકોએ ગીત બનાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ તેથી લોકોને ગીતોને નાપસંદ કરી રહ્યા છે.

 

અને હવે જ્યારે ફાલ્ગુની પાઠકએ નેહા કક્કરને આડેહાથ લીધા હતા ત્યારે હવે નેહા કકકરે પણ આડકતરી રીતે નામ લીધા વગર જવાબ આપ્યો છે.

 

નેહા કકકરનું રિએક્શન !!!!

નેહાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે 'હું આજે કેવું ફીલ કરું છું... મેં જીવનમાં જે હાંસિલ કર્યું તેવું વિશ્વમાં ઘણા ઓછા લોકો મેળવી શકતા હોય છે. મેં ઘણી નાની ઉંમરમાં પ્રેમ, લોકપ્રિયતા તથા અગણિત સુપરહિટ ગીતો આપ્યાં છે. અગણિત ટીવી શો, વર્લ્ડ ટૂર કરી. નાનાં બાળકોથી લઈ વૃદ્ધો મારા ચાહકો છે. તમને ખ્યાલ છે, મારી ટેલન્ટ, પરિશ્રમ, ધીરજ તથા હકારાત્મકતાને કારણે મને બધું મળ્યું છે. આજે હું ભગવાન તથા મારા તમામે તમામ ચાહકોનો આભાર માનવા માગું છું. હું ભગવાનના સૌથી વધુ આશીર્વાદ મેળવારનાર બાળકમાંથી એક છું. તમામને આખું જીવન ખુશીઓ મળે તેવી શુભેચ્છા.' અન્ય તેમણે એક પોસ્ટ મૂકી અને તેમ લખ્યું  ' રીતની વાત કરવી, મારા વિશે ખરાબ વાતો કરવી, મને ગાળો આપવી.. જો બધું કરવાથી તમને સારું લાગતું હોય અને તમને એવું હોય કે તમે મારો દિવસ બગાડી શકો છો તો મને સાચે તમારા પ્રત્યે દિલગીરી છે, કારણ કે ખરાબ દિવસો આવવા માટે પણ હું ધન્ય છું. ભગવાનનું બાળક હંમેશાં ખુશ રહે છે, કારણ કે ભગવાન પોતે મને હંમેશાં ખુશ રાખે છે.'

 

અને કેટલાય દિવસથી ચાલતા આ રિએક્શન ખેલ ચર્ચાનો વિષય બન્યો છે ......



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?