મા મહાકાળીએ શા માટે મહાદેવજી ઉપર મૂક્યો પગ? જાણો તેની પાછળ રહેલી કહાની


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-23 15:02:33

દેવી દુર્ગાના અનેક સ્વરૂપો છે. માતાજી મુખ્યત્વે સૌમ્ય સ્વરૂપમાં જ જોવા મળે છે. પરંતુ મહાકાળી દેવીને માતાજીનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. મહાકાળી માતાનું સ્વરૂપ એકદમ ઉગ્ર અને ભયજનક છે. આ સ્વરૂપમાં માતાજી એકદમ ગુસ્સામાં દેખાતા હોય છે. આપણે જ્યારે પણ મહાકાળી માતાના સ્વરૂપની વાત કરીએ તો તે તેમના પગ નીચે મહાદેવજી સૂતેલા દેખાય છે. પણ શું તમને ખબર છે આની પાછળની રહેલી કથા?

એવી માન્યતા છે કે દૈત્યોનો નાશ કરવા માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. પહેલાના જમાનામાં દૈત્યો તપ કરી દેવો પાસેથી અનેક મનો વાંછિત વરદાન માગી લેતા હતા. રક્તબીજ નામના દૈત્યે પણ ઉગ્ર તપ કરી ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ્યું હતું કે જ્યાં પણ તેના રક્તનું એક બુંદ પણ પડે તો તેમાંથી તેના જોવો શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જાય. આ વરદાનને કારણે તે એકદમ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી બનેલો રક્તબીજ દેવો પર તેમજ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો હતો. દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે તેને રોકવા દેવતાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી. એવી પ્રચલિત કથા છે કે માતાજીએ એટલો બધો ગુસ્સો કર્યો જેને કારણે તેમનો વર્ણ કાળો પડી ગયો હતો. જેને કારણે તેઓ મહાકાળી નામથી ઓળખાયા. 

શ્રી મહાકાળી માતા ના દર્શન પાવાગઢ... - Gujarat Tourist Guide | Facebook

યુદ્ધ મેદાનમાં ઉતરી માતાજીએ દૈત્યોના સંહાર કરવાની શરૂઆત કરી દીધી. દૈત્યનો વધ કરવા માતાજીએ પોતાની શક્તિને યુદ્ધ મેદાનમાં ઉતારી હતી. માતાજી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. વરદાનને કારણે જ્યાં પણ રક્તબીજના રક્તનું એક પણ ટીપું પડતું ત્યાં એક દૈત્ય ઉત્પન્ન થઈ જતો. જેને કારણે અનેક દૈત્યો ઉત્પન્ન થઈ ગયા. વધુ દૈત્યો ઉત્પન્ન ના થાય તે માટે માતાજીએ રક્તબીજના રક્તનું પાન કરવાનું શરૂ કર્યું. 

રક્તનું પાન કરવાથી તેમની જીભ એકદમ લાલ થઈ ગઈ હતી. દાંત પણ લાલ થઈ ગયા હતા. ઉપરાંત લોહી તેમના કપડા પરથી અને તેમના શસ્ત્ર પરથી ટપકી રહ્યું હતું. માતાજીએ રક્તબીજનો વધ કરી દીધો પરંતુ માતાજીનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો હતો. તેમની ઉર્જા એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ દેવતામાં તેમને શાંત કરવાની ક્ષમતા ન હતી. તમામ દેવતાઓએ મહાદેવજીને માતા પાર્વતીને શાંત કરવા પ્રાર્થના કરી. માતાજીને શાંત કરવા શંકર ભગવાને પણ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા.

જેને કારણે અંતે શંકર ભગવાન માતાજીનો માર્ગ રોકવા જમીન પર સૂઈ ગયા. જ્યારે માતાજી ત્યાંથી પસાર થયા ત્યારે મહાકાળીએ તેમનો પગ મહાદેવજી પર રાખી દીધો હતો. ભગવાન શિવ પર ચરણ મૂકાઈ જવાને કારણે તેઓ એકદમ રોકાઈ ગયા અને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. આ ઘટનાને કારણે માતાજીની જીભ બહાર આવી ગઈ હતી. અને આપણે માતાજીના આ જ સ્વરૂપની આરાધના કરીએ છીએ.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?