રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી.સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.અને આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.જોકે આ બાબતે ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા હતા કે આ વિડિઓ કટ કરીને ચલાવવામાં આવ્યો છે આ બાબતે ગુજરાત કોંગ્રેસે પણ ટ્વિટ કર્યું હતું અને વિડીયો મૂકી હતી
લલિત વસોયાએ વિડિઓ બનાવી વળતો જવાબ આપ્યો
લલિત વસોયાનો આ વિડિઓ વાયરલ થયા બાદ તેઓએ એક વિડિઓ બનાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી BJPની B ટિમ છે આ લોકો ભેગા મળી કોંગ્રેસના વોટ તોડવા આવ્યા છે..ઉલ્લેખનીય છે કે લલિત વસોયાનો વાયરલ થઇ રહેલો વિડિઓ મીડિયામાં પણ જોવા મળ્યો હતો અને આ વિડિઓમાં લલિત ભાઈ આડકતરી રીતે એવું બોલી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભાજપને મત આપજો આમ આદમી પાર્ટી બીજેપીની B ટિમ છે આ નિવેદનના કારણે આખો વિવાદ સર્જાયો હતો
અગાઉ પણ લલિત વસોયા ભાજપમાં જશે તેવી વાત ફેલાઈ હતી
લલિત વસોયા અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા કે જેમાં તેમના પોસ્ટરમાં કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ નહોતો.ધોરાજીના MLA લલિત વસોયા ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેવી તેજ ચર્ચાઑ વચ્ચે લલિત વસોયાના જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ન કરાતા એ વખતે અટકળો તેજ બની હતી લલીત વસોયાના પોસ્ટરમાંથી 'પંજો' ગાયબ થતાં ફરી અટકળોનો દૌર પણ જામ્યો હતો.